ધ કપિલ શર્મા શોમાંથી નવજોત સિંહ સિદ્ધુની હાકલપટ્ટી

243

કોણ કહેશે – ઠોકો તાલી, કોણ સંભળાવશે શાયરી…

કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય સેના પર થયેલા આત્મઘાતી હુમલામાં ધ કપિલ શર્મા શો અને સોની ટીવીને બોયકોટ કરવાની સોશિયલ મીડિયામાં મૂવમેન્ટ ચાલી રહી  છે.  કપિલ શર્માએ નવજોત સિંહ સિદ્ધુને સપોર્ટ જાહેર કર્યો જેના લીધે આ ટ્રેન્ડ શરુ થયો. કપિલ શર્માએ એક ઇન્ટરવ્યૂમાં સિદ્ધુને શોમાંથી બહાર કાઢવાના ન્યુઝ પર કહ્યું કે, મને લાગે છે કે કોઈને બેન કરવા અને સિદ્ધુને શોમાંથી હટાવવા કોઈ ઉપાય નથી.

આપણે કાયમી ઉપાય તરફ જોવું જોઈએ.કપિલે સિદ્ધુને કાઢી મુકવાના સવાલ પર કહ્યું, સિદ્ધુ તેમના કામમાં વ્યસ્ત છે એટલે અર્ચના પૂરણ સિંહે અમારી સાથે શૂટિંગ કર્યું. જે વિવાદ થયો તે ઘણી નાની વસ્તુ છે. મને લાગે છે કે, કોઈને બેન કરી દેવા અને સિદ્ધુને શોમાંથી હટાવવા ઉપાય નથી. આપણે કાયમી ઉપાય માટે  વિચારવું જોઈએ.

પુલવામા એટેક પર કોમેડી કિંગ કપિલે કહ્યું – અમે સરકારની સાથે છીએ, પણ આપણે કાયમી ઉપાયની જરૂર છે. પુલાવમામાં થયેલા કાયર આત્મઘાતી હુમલામાં આપણા જવાનો શહીદ થયા છે, જે ભૂલવું જોઈએ નહીં. દોષિતોને કડકમાં કડક સજા મળવી જોઈએ.કપિલ શર્માના આ સ્ટેટમેન્ટ પછી સોશિયલ મીડિયા પર યુઝર્સ ઘણા નારાજ થયેલા જોવા મળ્યા.

કેટલાયે લોકોનું કહેવું છે કે અમે કપિલ શર્માને બીજો ચાન્સ આપ્યો પણ તે તેમાં ફેઈલ થયો. અન્ય એક યુઝરે લખ્યું, કપિલનો પાકિસ્તાન સાથેનો પ્રેમ સાફ દેખાય છે. તેને તેના એન્ટી નેશનલ ગુરુ સાથે પાકિસ્તાન મોકલી દો.ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માએ સોની ટીવી ચેનલ પર એક વર્ષ ના ઇન્ટરવલ બાદ વાપસી કરી છેજાબ ના મંત્રી અને ધ કપિલ શર્મા શો ના  લાફીંગ બુધ્ધા એવા નવજોત સિંહ સિદ્ધુ એ પુલવાંમાં આતંકવાદી હુમલા બાદ વિવાદી બયાન આપ્યું હતું.

તેની સોશિયલ મીડિયા પર જબરી ટીકા થઈ હતી. તેને કપિલ શર્માના શો માંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ ઉઠી હતી. આવું કરવામાં ન આવે તો સોની ટીવી અને ધ કપિલ શર્મા શો નો બોયકોટ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તાત્કાલિક અસરથી નવજોત સિંહ સિદ્ધૂ ની હકાલપટ્ટી કરવામાં આવી છે.

અત્યારે તેના સ્થાને અર્ચના પૂરણ સિંઘ ને ગોઠવી દેવામાં આવી છે.એવું માનવામાં આવે છે કે ધ કપિલ શર્મા શો ના નિર્માતા સલમાન ખાનના કહેવાથી નવજોત સિંહ સિદ્ધૂ ને હાલ તુરત વિરામ આપી દેવાયો છે. બાદમાં કપિલ શર્મા એ નવજોત સિંહની તરફેણમાં આપેલા ઇન્ટરવ્યુથી ફરીથી કપિલ શર્માના શો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.તાજા સમાચાર મળ્યા મુજબ નવજોત સિંહ સિદ્ધૂ ની હકાલપટ્ટી કામચલાઉ ધોરણે છે. બીજી તરફ અર્ચના પૂરણ સિંઘ પણ કહે છે કે હું માત્ર બે એપિસોડ માટે જ આવી છું. મને આગળની કઈ ખબર નથી. જે હોય તે પણ દર્શકો નવજોત ની શયઆરીયો ને જરૂર મિસ કરશે.

Loading...