Abtak Media Google News

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કાશ્મીરના નેતા સૈફુદીન સોઝે કાશ્મીર અંગેની ટીપ્પણી કરતા રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડી.કે.સખીયા તા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જીલ્લા ઉપપ્રમુખ પરસોત્તમભાઈ સાવલિયા, ભુપતભાઈ ડાભી, જીલ્લા મંત્રીઓ વિનુભાઈ પરમાર તા મનસુખભાઈ રામાણીની આગેવાની હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે જીલ્લા ભાજપાના અસંખ્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના વિવાદિત નિવેદન કરતા સૈફુદીન સોઝના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ તકે કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કાશ્મીરના પૂર્વમંત્રી સૈફુદીન સોઝે આપણા અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિષે અઘટિત નિવેદન કર્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીરનો ભાગ પાકિસ્તાનને આપી દેવા માંગતા હતા. કોંગ્રેસના નેતાઓ તા સૈફુદીન સોઝ છાસવારે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરીને અને પાકિસ્તાન તરફી નિવેદનો કરીને આતંકવાદી સંગઠનોને અને પાકિસ્તાનીઓને આડકતરી રીતે મદદ કરી રહ્યા હોય  અને સરદાર વલ્લભભાઈ પટેલના અપમાનને કોઈ કાળે સાંખી ન લેવાય કોંગ્રેસના અઘટિત નિવેદનોના વિરોધમાં સૈફુદીન સોઝનું પુતળા દહન કરીને જહાં હુએ બલિદાન મુખર્જી, વો કાશ્મીર હમારા હે ના નારા સો જીલ્લા ભાજપા પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, કાશ્મીર ભારતનો હિસ્સો છે. સરદાર વલ્લભભાઈ પટેલએ સ્વતંત્ર ભારતના દેશના ૫૬૫ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવાનું મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ કામ કર્યું છે. આવા દેશ વિરુદ્ધ નિવેદન બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની પ્રજાની માફી માંગવી જોઈએ.  જે હિન્દુસ્તાનની પ્રજા કોઈ કાળે કોંગ્રેસને માફ કરશે નહિ. કોંગ્રેસ હિન્દુસ્તાનની પ્રજાની માફી માંગવી જોઈએ.

આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ કહ્યું હતું કે, કોંગ્રેસએ સાંસદમાં સરદાર સાહેબનું તૈલીચિત્ર મુકવાની પણ પરવા લીધી ની. સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન બંધ કરો અને રાહુલ ગાંધી માફી માંગે ના નારા સો કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ જીલ્લા ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે.આ પુતળા દહનના કાર્યક્રમમાં જીવરાજભાઈ રાદડિયા, ગીરીશભાઈ પરમાર, નવીનપરી ગૌસ્વામી, વિજયભાઈ કોરાટ, નરેન્દ્રસિંહ જાડેજા, ગૌતમભાઈ કાનગડ, મનસુખભાઈ સરધારા, ભરતસિંહ જાડેજા, મોહનભાઈ ખુંટ, જગદીશભાઈ બોરીચા, વલ્લભભાઈ સેખલિયા, વિક્રમભાઈ ખીમાણીયા, હઠીસિંહ જાડેજા, પ્રવીણભાઈ હેરમા, ગોવિંદભાઈ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, નારણભાઈ વાકાતર, પારસભાઈ સોલંકી સહીતના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્િિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.