સહાય પેકેજથી બ્રાસ ઉદ્યોગને મળ્યો બૂસ્ટર ડોઝ

દેશમાં એમએસએમઈના સૌથી વધુ એકમો જામનગરમાં છે, રાહત પેકેજથી બ્રાસ ઉદ્યોગો ફરી ધમધમશે

અબતક, જામનગર: ભારતભરમાં એમએસએમઇના સૌથી વધુ એકમો જામનગરમાં આવેલા હોય કેન્દ્ર સરકારે જાહેર કરેલું રાહત પેકેજ બ્રાસઉધોગ માટે બુસ્ટર ડોઝ સાબિત થશે તેવો સ્પષ્ટ આશાવાદ અને મંદીનો સામનો કરી રહેલા બ્રાસઉધોગને લોકડાઉનમાં મરણતોલ ફટકો પડયા બાદ કેન્દ્વ સરકારના પેકેજી નવો સંચાર અને પુન: ધમધમતો થવાનો મત અગ્રણી ઉધોગકારોએ વ્યકત કર્યો છે. ૨૦ લાખ કરોડના પેકેજમાં નાના અને મધ્યમ ઉધોગો માટે ૩ લાખ કરોડની રાહત અને યુનિટ બેંક લોન ધરાવતા હોય તેઓને વધારાની ૨૦ ટકા લોન ગેરેંટી વગર આપવાની જોગવાઇી ઉધોગ ફરી ઉભો થઈ જશે.

લોનની નવી મૂડીથી ઉદ્યોગોને વેગ મળશે: કરશનભાઈ ટીંબડીયા

જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશનના પ્રમુખ કરશનભાઇ ટીંબડીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે બ્રાસઉધોગમાં મોટાભાગના ઉધોગકારોની ઓર્ડર, માલના નાણાં સહીતની જૂની મૂડી બ્લોક થઇ છે જેની સામે કર્મચારીઓના પગાર સહીતના અન્ય ખર્ચ ચાલુ છે. આ સ્થિતિમાં રાહત પેકેજના કારણે સરળતાથી લોન મળતાં નવી મૂડી ઉધોગકારોને મળતા નવી સાયકલ શરૂ થશે અને બ્રાસઉધોગને વેગ મળશે.

ગેરંટી વિનાની લોન મળતાં નાણાંનો પ્રવાહ વધશે: જીનેશભાઈ શાહ

ઉદ્યોગપતિ જીનેશભાઇ શાહે જણાવ્યું હતું કે, જામનગર શહેરનો બ્રાસ ઉદ્યોગ ભારતમાં એમએસએમઇનું મોટું હબ છે. કેન્દ્ર સરકારના રાહત પેકેજનો જામનગરના ૯૦ ટકાથી વધુ ઉધોગકારોને ફાયદો મળશે. ખાસ કરીને કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે ઉધોગો બંધ રહેતા હાલ નાણાંની ખેંચ હોય બેંકમાં લીમીટ હોય તેની સામે ૨૦ ટકાની ગેરેંટી વગરની લોન મળતા નાણાંનો પ્રવાહ વધશે જે ઉધોગકારો માટે આર્શીવાદરૂપ નિવડશે.

બ્રાસ ઉદ્યોગ ફરી બેઠો થશે: મનસુખભાઇ ચૌહાણ

જામનગર ઇલેકટ્રોપ્લેટર્સ એસોસીએશનના પ્રમુખ મનસુખભાઇ ચૌહાણએ જણાવ્યું હતું કે, મહામારી પહેલા ઇલેકટ્રોપ્લેટર્સના ઉધોગોમાં નફાની ઓછી ટકાવારી હતી. લોકડાઉની ઉધોગો બંધ થતાં નાણાંની તંગીના કારણે ઘણા યુનિટ બંધ કરી વતનમાં અને ગામડે ચાલ્યા ગયા છે. આ સ્થિતિમાં સરકારના રાહત પેકજી ઉધોગકારોમાં નવી આશા સાથે હિમત આવી છે. વધુમાં સરળતાથી લોન મળતા નવા નાણાં ઉધોગમાં ઠલવાતા બ્રાસઉધોગ પુન: બેઠો થશે.

શહેરના ૯૫ ટકા એકમોને લાભ મળશે: લાખાભાઈ કેશવાલા

જામનગર ફેક્ટરી એસોસીએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ જણાવ્યું હતું કે, એમએસએમઇ ક્ષેત્ર કે જેનો દેશના ર્આકિ વિકાસમાં સિંહફાળો છે તેના માટે રૂ.૩ લાખ કરોડની રાહત જાહેર કરી છે. ભારતમાં સૌથી વધુ એમએસએમઇ જામનગરમાં આવેલા હોય ૯૦ થી ૯૫ ટકા બ્રાસઉધોગને રાહત પેકેજનો ફાયદો મળશે. ખાસ કરીને જે ઉધોગકારો યુનિટ બેંક લોન ધરાવતા હોય તેને વધારાની ૨૦ ટકા લોન ગેરેંટી વગર મેળવી શકશે.

Loading...