Abtak Media Google News

જેક્સિનવિલે નેવલ એરસ્ટેશન પર બોઇંગ 737 વિમાન રનવેથી લપસીને સેન્ટ જ્હોન નદીમાં પડી ગયું હતું. વિમાનમાં 136 લોકો સવાર હતા. તમામ લોકો સુરક્ષિત છે. બે લોકોને સામાન્ય ઇજા થઇ છે.

શુક્રવારે મોડી રાત્રે લેન્ડિંગના સમયે આ દુર્ઘટના બની. ફ્લાઇટ ક્યૂબાથી જેક્સનવિલે પહોંચી હતી. જેક્સનવિલેની એજન્સીએ વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાની જાણકારી આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.