Abtak Media Google News

વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની પ્રજ્ઞાચક્ષુ બહેનોએ માં આદ્યશક્તિની આરાધના રાસ ગરબા રમી કરી: અત્યાર સુધીમાં ક્યારેય અડાવાની કે પડી જવાની ઘટના બની નથી

વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ દ્વારા દર વર્ષે પ્રજ્ઞાચક્ષુ બહેનોની ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં શુક્રવારે માં આદ્યશક્તિની આરાધના કરી બહેનો રાસ-ગરબે રમી હતી. બહેનોએ વિવિધ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રજ્ઞાચક્ષુ બહેનોને પ્રોત્સાહિત કરવા બહોળી સંખ્યામાં આમંત્રીતો મહેમાનો ઉપસ્તિ રહ્યાં હતા. ખાસ તો વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના પ્રમુખ વિનોદ ગોસલીયા, ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી અને શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠક્કર ખાસ ઉપસ્તિ રહ્યાં હતા.

Vlcsnap 2019 10 05 09H31M28S206

વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના પ્રમુખ વિનોદ ગોસલીયાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી સંસ ૬૦ વર્ષથી કાર્યરત છે અને સૌથી જૂનામાં જૂની સંસ છે. નાની-મોટી સ્કૂલ થઈને ૧૨૦ જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો અમારી સંસમાં રહે છે. અને તમામ પ્રવૃતિમાં અમારી બહેનો આગળ હોય છે. અમારી આ સંસ્થાને સમાજનો ખુબજ સારો એવો સહયોગ મળી રહ્યો છે. તેમજ સરકારી ગ્રાન્ટ પણ અમને મળે છે. અત્યારે જે જૂની પુરાણી ગરબી છે તેનું મહત્વ ઘટી રહ્યું છે પરંતુ દર વર્ષે અમારી પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અને ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા અમે ગરબીનું આયોજન કરીએ છીએ. ગરબીમાં અંધ બહેનો માથે ગરબો લઈને અને એકબીજાને અડાયા વગર કે પડી જયા વગર ગરમે ઘુમે છે.

Vlcsnap 2019 10 05 09H31M43S101

શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠક્કરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રીના નવ દિવસો એટલે કે દરેક લોકો માટે આનંદ ઉમંગનો દિવસ ત્યારે વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ દ્વારા એક ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને ખાસ તો પ્રજ્ઞાચક્ષુ બહેનોની ગરબીને જોઈને એટલું ચોક્કસથી કહી શકાય કે ભગવાને તેમને ચક્ષુ નથી આપી પરંતુ બીજી આવડત આપી છે. ખરેખર આ પ્રજ્ઞાચક્ષુ બહેનો ગરબા રમીને આપણો સાંસ્કૃતિક વારસો જાળવી રાખે છે અને તેમને માટે આપણે તેમને વંદન કરવા જોઈએ અને આપણા માટે ખુબજ ગૌરવની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.