રામમંદિર નિર્માણ માટે રાજકોટમાંથી ‘સમર્પણ’ આપતા શ્રેષ્ઠીઓ

રામમંદિર નિર્માણ માટે દાનનો ધોધ વહી રહ્યો છે. ત્યારે આજ રોજ રાજકોટ ખાતે યોજાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા.

રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા રામ મંદિર માટે નિધિ સમર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ માટે રૂ. ૫ લાખનું સમર્પણ આપ્યું હતું.

આ ઉપરાંત સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાએ રૂ. ૫૧ લાખ જ્યારે ઉદ્યોગપતી મૌલેશ ઉકાણીએ આપ્યું રૂ. ૨૧ લાખનું સમર્પણ આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading...