Abtak Media Google News

અંગ્રેજોની કોઠી રહ્યાં પહેલા રાજકોટની રોનક કેવી હતી તે બેડીનાકા ટાવર, કોઠારીયા નાકા, રૈયા નાકા અને જામટાવર સહિતના સ્થાપત્યો પરથી ફલીત થાય છે. જૂના રાજકોટનું રક્ષણ આ ટાવરોએ કર્યું હતું. અંગ્રેજોની કોઠી રહ્યાં બાદ રાજકોટના બેડીનાકા ટાવર સહિતના હેરીટેજ આજે રાજકોટની હરણફાળના ઈતિહાસના પુરાવા આપે છે. જૂના રાજકોટનું રક્ષણ કર્યા બાદ આજે ઐતિહાસિક સ્થાપત્યો સમાન બેડીનાકા ટાવરથી જ રાજકોટથી બેડી તરફનો વહેવાર ચાલતો આવ્યો હતો. આશરે સવા સો વર્ષ પૂર્વે અંગ્રેજોએ રૈયા નાકા અને બેડીનાકા ટાવરનું નિર્માણ કર્યું હતું. આ બન્ને ટાવર ઘડીયાળ સાથેના છે. એ વખતે દરબારગઢથી માંડી ગઢની રાંગ સુધીનો વિસ્તાર રાજકોટ તરીકે ઓળખાતો તે સમયે રાજકોટ માસુમાબાદ તરીકે ઓળખાતું હતું. આજે ફરી શહેરની ધરોહર સમાન બેડીનાકા ટાવરની ડ્રોન તસવીરથી જૂના રાજકોટનો ઈતિહાસ નજરે પડે છે. (અબતક ડ્રોન તસવીર)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.