Abtak Media Google News

ભાજપના સ્થાપના દિવસે વડાપ્રધાન મોદીનું કાર્યકરોને સંબોધન

કોરોના સામેનો જંગ બહુ લાંબો છે તમે થાકી કે હારી ન જતા આપણે એ જંગ જીતવાનો જ છે તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય જનતા પક્ષના સ્થાપના દિવસે જણાવ્યું હતુ.

કોરોના આખી માનવ જાત માટે સંકટ બન્યો છે. પડકારરૂપ વાતાવરણનાં દેશની સેવા કરવા માટે આપણે સંસ્કાર, સમર્પણ અને પ્રતિબધ્ધતાને લઈ વધારે મજબૂત થવાનો માર્ગ નકકી કરવાનો છે.

પક્ષના કાર્યકરોને સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું કે ભારતે કેટલાય નિર્ણયો કર્યા છે. ને તેને જમીન પર ઉતાર્યા છે. કોરોના વાયરસની અસર તમામને થાય છે તેવી લોકોને પણ જાણ ન હતી ત્યારે ભાજપ સરકારે એરપોર્ટ પર સ્ક્રિનીંગ શરૂ કર્યું કેટલાક દેશોમાંથી આવ્યા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકયા અને તબીબી સેવાઓ પણ વધુ મજબુત જેવા નિર્ણયો કર્યા છે.

વડાપ્રધાને રવિવારે રાત્રે યોજાયેલા દીવડા પ્રગટાવવાના કાર્યક્રમ અંગે જણાવ્યું કે દીવડાના મહાપ્રકાણે દેશને લાંબી લડાઈ માટે તૈયાર કર્યો છે. થાકવાનું નથી, હારવાનું નથી અને કોરોના સામેના જંગમા વિજયી બનવાનું છે.

ભાજપના કાર્યકરોએ શીખવાનું છે કે દિલ કરતા દેશ મોટો છે. અને દેશ આપણા ૧૩૦ કરોડ લોકોનો છે.

ભારતના નિર્ણયોની દુનિયામાં ચર્ચા

વડાપ્રધાને જણાવ્યું કે કોરોના સામેના જંગ લડવા ભારતે લીધેલા પગલાની દુનિયા આખીમાં પ્રશંસા ચર્ચા થઈ રહી છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પણ આપણા પગલાની પ્રશંસા કરી છે. આપણો દેશ ગરીબી સામે લડી રહ્યો છે. ત્યારે આપણે લીધેલા પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે.

દેશના ૧૩૦ કરોડ લોકોએ એકતા બતાવી જનતા કફર્યું અને લોકડાઉનમાં જે સહયોગ આપ્યો છે તે અભૂતપૂર્વ છે.દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં દરેક પરિવાર વ્યકિતએ ભાગ લઈ કોરોના સામે જંગ લડવાનો અને જીતવાનો એકતારૂપી સંદેશો આપ્યો છે અને દેશ મજબૂત બન્યો છે.

જનસંઘથી લઈ ભાજપ સુધીની સફરમાં બે સંસદસભ્યોથી લઈ ૩૦૦થી વધુ સંસદસભ્યો સુધી ચાર પેઢીએ ભોગ આપ્યો છે. પક્ષ તરફથી કાર્યકરોને હંમેશા સેવા કરવાના જ સંદેશા અપાય છે. કોરોના સંકટ અંગે તેમણે જણાવ્યું કે ભારતે સમય મળીજ તા કોરોના સામે લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત સરકાર અને રાજય સરકાર સાથે મળીને આકરા નિર્ણયો લઈ રહ્યા છીએ કોરોનાસામે ભારતે જે નિર્ણયો લીધા છે તે આખી દુનિયા માટે પ્રેરણારૂપ સિમાચિન્હ બની ગયા છે.

વડાપ્રધાને કાર્યકરોને કઈ અપીલ કરી?

વડાપ્રધાન મોદીએ આજના પ્રવચન દરમિયાન કાર્યકરોને કેટલાક સૂચનો કર્યા હતા અને તેને અમલમાં મૂકવા અપીલ કરી હતી.

ગરીબ લોકોને રાશન પૂરૂ પાડવા સતત અભિયાન ચલાવો.

કોઈની મદદે જતા પહેલા માસ્ક અવશ્ય પહેરો અને સાથેસાથે અન્યોને પણ માસ્ક પહેરવા મોં ઢાંકવા સમજાવો ડોકટરો, પોલીસ, નર્સ, સરકારી કર્મચારીઓનો આભાર માનો તથા તેમને શાબાશી આપો.

આરોગ્ય ટીમ એપ ડાઉનલાડ કરો અને ઓછામાં ઓછા ૪૦ લોકોને ડાઉનલોડ કરાવો.

લાખો લોકો પીએમકેર્સમાં દાન કરી રહ્યા છે.ત્યારે તમે પણ તેમાં દાન કરો અને ૪૦ અન્ય લોકોને દાન કરવા માટે સમજાવો.

દરેક કાર્યકર સામાજીક અંતર જાળવે અને અન્ય લોકોને પણ તેનું પાલન કરવા સમજાવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.