Abtak Media Google News

ડો. સવિતાબેન આંબેડકર યોજના અંતર્ગત અપાતી એક લાખ રૂની આર્થિક સહાયમાં પડતી મુશ્કેલી દુર કરવાનો રૂપાણી સરકારનો નિર્ણય

 

જે યુગલે સામાજીક બંધનો અને જ્ઞાતિઓના વાડા અને પરંપરાઓને એક બાજુ મૂકીને આંતર જ્ઞાતિય લગ્ન કર્યા હોય તેવા દંપતિઓને સરળતાથી આર્થિક સહાય મળ રહે તે માટે સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. આ અંગે સામાજીક ન્યાય અને અધિકારી મંત્રી ઇશ્ર્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણય નો અમલ થોડા દિવસોમાં જ કરી દેવાશે.

આંતરજ્ઞાતિ લગ્ન કરનારા દંપતિને ડો. સવીતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય  લગ્ન પ્રોત્સાહન યોજના અંતર્ગત એક લાખ રૂપિયાની રોકડ સહાય મળવા પાત્ર છે. અલબત અનેક કિસ્સાઓમાં અરજદારો લગ્ન બાદ ઉભી થતી વિસંગત પરિસ્થિતિ અને સરકારી કચેરીઓના આંટાફેરા અને વહીવટી પ્રક્રિયાની ગુંચવણના કારણે  અરજદારો આવી સહાય લેવાનું ટાળતા હોય છે. ગત જુલાઇ મહિનામાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી આ યોજનાઓના અમલીકરણ માટેના અવરોધ રૂપ પરિબળોને દુર કરવા રજુઆત કરી હતી.

જેથી મુખ્યમંત્રીએ પણ આ મામલે યોગ્ય કરવા ખાતરી આપી હતી. જીગ્નેશભાઇ મેવાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે યોજનાની સરળતા માટે કોઇ કાયદાકીય સુધારાની જરુર નથી. પરંતુ અધિકારી કર્મચારીના જોઇએ તેવો સહકારના અભાવના કારણે લાભાર્થીઓને યોજનાનો લાભ યોગ્ય રીતે મળતો નથી. સામાજીક સમસ્સતા અને સમાજના વાડાઓ વચ્ચેના અવરોધો આંતરજ્ઞાતિય લગ્નો સિવાય દુર ન થાય હુ: સરકાર ના અભિગમને આવકારું છું.આંતર જ્ઞાતિલગ્નય લગ્ન કરનાર દંપતિઓના સહાય મેળવવા અંગેના સત્તાવાર આંકડાઓની સમીક્ષા કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં ડો. સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન પ્રોત્સાહન યોજના અંતર્ગત ૨૮૬૩ અરજીઓ આવી હતી. જેમાંથી ૨૬૯૫ મંજુર થઇ હતી. જયારે ૧૬૮ નામંજુર કરવામાં આવી હોવાનું વિધાનસભામાં પુછેલાયેલા પ્રશ્ર્નમાં સરકારે વિગતો આપી હતી.

અમદાવાદ જીલ્લામાં આ યોજના અંતરગત છેલ્લા પાંચ વર્ષમાં ૧૭૫ દંપતિઓને ૯૭ લાખ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. સવીતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય યોજના પ્રોત્સાહન થકી સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સમાજમાં વર્ગભેદ દુર કરવા માટે અનુસુચિત જાતિના પાત્ર સાથે સર્વળતા લગ્ન થાય તો સરકાર ઘર વખરીની ચીજવસ્તુઓ બચત પત્રો અને રોકડ સહાયના રુપમાં એક લાખ રૂપિયા  આપે છે.

અલબત આંતરજ્ઞાતિય લગ્ન આડે રહેલા કેટલાક અવરોધો અંગે આંતર જ્ઞાતિય લગ્ન કરનાર રવિન્દ્ર અને શિલ્પા ભરતીયાનું જણાવ્યા મુજબ સરકારનું આ પગલુ અવકાર પાત્ર છે પરંતુ અન્ય કેટલાક મુદ્દાઓ પણ ઘ્યાને લેવા જોઇએ એમ અમારી જ વાત કરીએ.

તો અમારે લગ્ન પછી પ૦ વખત ઘર બદલવા પડયા. અમે અમારા રહેણાંકનું સરનારુ સમયસર આપી ન શકયા સરકાર આંતરજ્ઞાતિય લગ્ન કરનારનું છ મહિના સુધી કાયદાની સુરક્ષા આપે છે તે પુરતી નથી આવા લગ્ન કરનારને કાયદાનું રક્ષણ પુરુ મળવું જોઇએ. મંત્રી ઇશવરભાઇ પરમારે આ રાજયના સામાજીક ન્યાય અધિકારીના અંગે જણાવ્યું હતું કે આંતર જ્ઞાતિય લગ્ન કરનાર યુગલને સરળતાથી સહાય મળી જાય તેનો અમલ ટુંક સમયમાં જ શરુ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.