Abtak Media Google News

જિયોએ બે વર્ષ પહેલા દરેક ભારતીયને ડેટાથી સુસજજ બનાવ્યા હતા. જેથી તેઓ ડેટાના પાવરથી સુંદર ચીજો કરી શકે. બે વર્ષ કરતા પણ ઓછા સમયગાળામાં જિયોએ ૨૧.૫ કરોડ કરતાં વધારે ગ્રાહકો મેળવીને વિશ્ર્વ વિક્રમ બનાવ્યો છે.

સર્વ વિદિત છે કે ૪જી સ્માર્ટફોનના વપરાશકર્તાઓ જીયો અપનાવી રહ્યા હતા અને વિશ્ર્વમાં કોઇપણ જગ્યા કરતાં સૌથી નીચી કિંમતે વિશ્ર્વસ્તરીય સેવાઓનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે ભારતમાં મોબાઇલ વપરાશકર્તાઓમાં લગભગ બે તૃતિયાંશ જેટલો હિસ્સો ધરાવતા ફિચર ફોનના વપરાશકર્તાઓ તેમાંથી બાકાત હતા.

ટેલીકોમ સેવાઓ પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ બનવા છતાં લગભગ પ૦ કરોડ જેટલા ફિચર ફોન ધારકો માટે શરુઆતના સ્તરના ૪જી સ્માર્ટફોન પણ પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ ન હતા. આ પરિસ્થિતિમાંથી જીયો ફોનનો ઉદભવ થયો જે ઓગષ્ટ્ર ૨૦૧૭માં રિલાયન્સ રિટેલ લીમીટેડ દ્વારા બજારમાં રજુ કરવામાં આવ્યો.

પોષણક્ષમ કિંમત ફોન મોનસુન હંગામા ઓફર હેઠળ જીયો ફોનની પ્રારંભિક પ્રભાવી કિંમત રૂ.૫૦૧/- જેટલી નીચી આવી ગઇ, આનાથી ૧૦૦ ટકા ફોનધારકો માટે તે પોષણક્ષમ બની ગયો તેમજ સૌથી પોષણક્ષમ કિંમતે વિશ્ર્વસ્તરીય સેવાઓ, જીયો ફોન ગ્રાહકો માટે આકર્ષક ટેરીફ સાથે જીયો વિશ્ર્વસ્તરીય ડેટા અને વાસ્તવિક રીતે એચ.ડી. વોઇસ કોલિંગ સુવિધા વિશ્ર્વમાં કોઇપણ જગ્યાએ ઉપલબ્ધ સેવાઓ કરતા નીચી કિંમતે ઉપલબ્ધ બનાવે છે. સર્વશ્રેષ્ઠ એપ્લીકેશન જીયો ફોનના ગ્રાહકોને જીયો સિનેમા, જીયો મ્યુઝિક, જિયોચેટ ગુગલ મેપ્સ અને ફેસબુક જેવા પ્રીમીયમ એપ્લીકેશનનો ઉપયોગ કરવા મળી રહ્યો છે. ડીજીટલ આઝાદી દરેક ઉંચી કિંમતના ૪જી સ્માર્ટફોન વપરાશકર્તાની જેમ જીયોફોનના વપરાશકર્તાઓ પણ મનોરંજન શિક્ષણ માહીતી અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓનો ઉપયોગ પોતાની મરજી અનુસાર કરી શકે છે.

રિલાયન્સ ઇન્ફોકોમ લી.ના ડાયરેકટ આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે અહીં જોડાયેલા લોકોને જોડવાની ઝુંબેશ દરમિયાન આ હેતુને વધારે મજબુત બનાવવા માટે ઘણાં ભાગીદારો સામે આવ્યા. પ્રારંભથી જ અમને સહયોગ આપનાર આવા જ એક પાર્ટનર છે ફેસબુક અને તેની ઇકોસિસ્ટમ, આ ભાગીદારીનું પરિણામ આજે વિશ્ર્વને જોવા મળી રહ્યું છે. અમે આજથી વિશ્ર્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ચેટ એપ્લીકેશન વોટસએપ જીયો ફોનના તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ. આ માટે જીયો ફેસબુક અને વોટસએપની ટીમનો આભાર માને છે.

આ નવી એપથી વોટસએપની શ્રેષ્ઠતમ સેવાઓ ઉપલબ્ધ બનશે જેમાં એન્ડ -ટુ એન્ટ એન્કિપ્શન સાથે ભરોસાપાત્ર રીતે સંદેશા અને ફોટો તથા વિડીયો મોકલી શકાશે. આનાથી માત્ર થોડી જ ચાંપો દબાવીને અવાજ રેકોર્ડ કરીને વોઇસ મેસેજ પણ મોકલી શકાશે. પ્રારંભમાં જીયો ફોન ના ગ્રાહકોને તેમનો ફોન નંબરની ચકાસણી કરાવી લેવાની રહેશે. અને ત્યારબાદ તેઓ એકબીજા સાથે અથવા તો સમુહમાં વોટસએપના વપરાશકર્તાઓ સાથે વાતચીત કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.