Abtak Media Google News

નિરીક્ષકોના લાયઝન અધિકારીની જવાબદારી થોમસ જેફીને સોંપાઈ

જામનગર શહેર જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે રાજયના ચૂંટણીપંચ દ્વારા જામનગર જિલ્લામાં કુલ ચાર અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. આ ચારેય અધિકારીઓ ૧૫મી નવેમ્બરે જામનગર આવી પહોંચ્યા છે અને પ્રથમ દિવસે તેઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી.

જામનગર જિલ્લાની ૭૬-કાલાવડ અને ૮૦-જામજોધપુર બેઠકના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે પંચે એન.દિનાકરનની નિયુકિત કરી છે. આ બે વિધાનસભા બેઠકોની જવાબદારીઓ સંભાળવા માટે તેઓની સાથે લાયઝન અધિકારી તરીકે જેફી થોમસને મુકવામાં આવ્યા છે. આ જ રીતે ૭૭-જામનગર (ગ્રામ્ય), ૭૮-જામનગર (ઉતર) અને ૭૯-જામનગર (દક્ષિણ)ના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે આર.પી.સિંગની નિયુકિત થઈ છે. તેઓની સાથે લાયઝન અધિકારી તરીકે ડો.જી.એમ.પરમાર ફરજો બજાવશે. જેફી થોમસનો સંપર્ક નંબર ૯૪૨૯૫ ૬૦૩૨૯ છે અને જી.એમ.પરમારનો સંપર્ક નંબર ૯૪૨૮૧ ૨૭૪૦૬ છે. આ તમામ અધિકારીઓ પાંચ વિધાનસભા બેઠકોના તમામ પ્રકારના ખર્ચ પર દેખરેખ રાખશે તેઓ ઉમેદવારોના ખર્ચ પર પણ નજર રાખશે. ચૂંટણીપંચના નિયમ પ્રમાણે, કોઈપણ ઉમેદવાર ચૂંટણી ખર્ચ તરીકે ‚ા.૨૮ લાખથી વધુનો ખર્ચ ન કરી શકે. ચૂંટણીખર્ચ વિભાગના મુખ્ય નોડલ ઓફિસર (ડીડીઓ) મુકેશ પંડયા, એન.દિનાકરન અને આર.પી.સિંગએ આ પત્રકાર પરિષદને સંબોધી હતી અને તમામ વિગતો આપતા એમ પણ જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા થતા જમણવારો-ભજીયા પાર્ટી તથા અન્ય કાર્યક્રમોના ખર્ચાઓ પર વોચ રાખવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્રની તમામ ટીમો કાર્યરત છે. કોઈપણ નાગરિક તંત્રને ચૂંટણી અંગેની ગુપ્ત માહિતી ફોન દ્વારા પહોંચાડી શકે છે. લોકો ઉપરોકત નંબરો પર ફરિયાદ અથવા સુચન પણ જણાવી શકશે. આ પત્રકાર પરિષદમાં આચારસંહિતા માટેના નોડલ અધિકારી (ડીઆરડીએના નિયામક) પાઠક-સભ્ય સચિવ, એમસીએમસી (નાયબ માહિતી નિયામક) જે.ડી.વસૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.