Abtak Media Google News

મોરબીના યુવાનને મોટર ચોરીનો આળ મુકી બળજબરીથી રૂ.૯૬ હજાર પડાવ્યા’તા

મોરબીના રંગીન મિજાજી બે યુવાન રૂપલલના પાસે આવ્યા હતા ત્યારે રૂપલલનાએ બંને યુવાનને હનીટ્રેપમાં ફસાવી બે શખ્સોએ ભય બતાવી બંને યુવાનને ઇલેટ્રીક મોટર ચોરીનો આળ મુળી રૂ.૯૬ હજાર પડાવવાના ગુનામાં સંડોવાયેલા ભગવતીપરાના બોરીચા શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા કૌશિક વેલજી પટેલ અને તેનો મિત્ર વિરલ કાંતીલાલ મકવાણા રાજકોટની નઝમા નામની રૂપલલનાને મળવા આવ્યા ત્યારે નઝમાએ તેની પરિચીત ધરતી નામની યુવતીને મળવા મોકલી દીધી હતી.

ધરતી બંને યુવાનને લઇને ભગવતીપરા વિસ્તાર તરફ લઇ જઇ બંને કારમાં લઇ ગયા બાદ કોને ફોન કરતા નંબર પ્લેટ વિનાના એક્ટિવા પર બે શખ્સો ઘસી આવ્યા હતા અને ધરતી અને તેની સાથે રહેલા કૌશિક તેમજ વિરલને ધમકાવ્યા બાદ ધરતીને જતી રહેવાનું કહેતા તે જતી રહી હતી અને બંને અજાણ્યા શખ્સોએ અમારી ઇલેકટ્રીક મોટર ચોરાઇ છે તે તમે જ ચોરી છે તેમ કહી રૂ.૧.૨૫ લાખની માગણી કરતી બંને પાસેથી મોબાઇલ અને રોકડ મળી રૂ.૯૬ હજારની મત્તા બળજબરીથી પડાવી લીધી હતી. કૌશિક પાલરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા બળજબરીથી પૈસા પડાવવાના ગુનામાં સંડોવાયેલા ભગવતીપરાના વિજય નાગાજણ ઉર્ફે બાબુ ગરચર નામના બોરીચા શખ્સની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.