Abtak Media Google News

લદ્દાખ ઘુસેલા એક ચીની સૈનિકને ભારતીય સેનાએ પકડી પાડ્યો હતો. આ ચીની સૈનિક ભારતની સીમમાં ઘુસી આરામથી ફરતો હતો. ભારતીય સેનાના જવાનોએ ચુસુલ સેકટરમાં ગુરંગ ઘાટી પાસેથી આ ચીની સૈનિકને પકડી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે રસ્તો ભૂલી જતાં ભારતીય સીમામાં ભુલો પડી ગયો હતો. ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ આ ચીની સૈનિકની પુછપરછ કરી રહ્યાં છે. પુછપરછ કર્યા બાદ આ સૈનિકને ચીની અધિકારીઓને સોંપી દેવાશે તેમ લશ્કરના વર્તુળોએ જણાવ્યું હતું.

લડાખના પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ કાંઠે ભારતીય સૈનિકોએ એક ચીની સૈનિકને પકડ્યો છે. એલઆઈસીની પાર ચીની સૈનિક આવ્યો હતો, જેની ભારતીય સૈનિકોએ ધરપકડ કરી હતી. પીએલએના પકડાયેલા સૈનિક સારવાર કરવામાં આવી રહી છે, અને તેણે કેમ એલએસીને પાર કર્યો તેની તપાસ થઈ રહી છે.

વિગતો મુજબ સૈનિક રેજાંગ લા હિટ વિસ્તારમાં ઝડપાયો છે. બંને સૈન્ય એક બીજાના સંપર્કમાં છે. ગયા વર્ષેના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયા બાદ એલએસીમાં બન્ને દેશોએ વધુને વધુ સૈનિકો તૈનાત કર્યા હતા. ચીનના સૈનિકોની ઘુષણખોરીના પગલે ભારત એલર્ટ થઈ ચૂક્યું છે. ત્યારે ફરી વખત ચીનના સૈનિકે સરહદ ઓળંગી ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.