Abtak Media Google News

તબીબને  આપેલો રૂ ૧૪ લાખનો ચેક પરત ફરતા પેઢીના બે ભાગીદારો સામે ગુનો નોંધાયો હતો

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ક્રિષ્ના આઇ હોસ્પિટલના ડોકટર અતુલભાઇ બદીયાણીએ રામક્રિષ્ના લેસર સેન્ટરના ભાગીદારોને

ધંધાના વિકાસ માટે આપેલા ૧૪ લાખ રૂપિયા પરત ચુકવવા માટે અપાયેલો ચેકો બાઉન્સની ફોજદારી ફરીયાદો રદ કરવા હાઇકોર્ટમાં કરેલી કવોશીંગ અરજી હાઇકોર્ટે કડક વલણ જોતા પરત ખેંચી છે.

આ કેસની હકીકત એવી છે કે શહેરના યુનિવર્સિટી રોડ પર ક્રિષ્ના આઇ કેરના નામથી હોસ્પિટલ ધરાવતા સામાજીક સંસ્થાઓમાં વિનામૂલ્યે આંખની સારવારની સેવા આપતા અને દુનિયાની સૌથી ઝડપી કેટ્રેકટ સર્જરી માટે લીમકા બુક ઓફ રેકર્ડમાં સ્થાન ધરાવતા ડો. અતુલભાઇ બદીયાણી પાસેથી નાનામોવા મેઇન રોડ પર રામક્રિષ્ના લેસર સેન્ટર(નવું નામ સૌરાષ્ટ્ર લેસર સેન્ટર) ના નામથી આઇ પ્રોડકટસ તથા લેસર રીફેકટીવ સર્જશ મશીન વ્યાપાર કરતા ભાગીદારો કિરણકુમારે ભટ્ટ અને રમેશભાઇ કાકડીયાએ પોતાના ધંધાના વિકાસ માટે નાણાની જરુરીયાત ઉ૫સ્થિત થતાં ચેક દ્વારા રૂ ૧૪ લાખ મેળવેલા હતા.

ઉછીની લીધેલી રકમ પરત ચુકવવા માટે રામક્રિષ્ના લેસર સેન્ટરના ભાગીદાર દરજજે અલગ અલગ ચાર ચેકો આપેલા હતા. જે ચેકો બેંકના ખાતામાં વટાવવા માટે જમા કરાવેલ હતા. પેઢીનું નામ રામક્રિષ્ના લેસર સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર લેસર સેન્ટર કરી નાખી અને રામક્રિષ્ના લેસર સેન્ટર નામના ખાતાઓ બંધ કરાવી દીધેલા હોય તમામ ચેકો બાઉન્સ થયેલા હતા. ચેકો બાઉન્સ થતા ફરીયાદીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત આરોપીઓને નોટીસ  આપી રકમ ચુકવી આપવા જણાવેલ હતું પરંતુ નોટીસમાં માંગણી કરેલી રકમ ન ચુકવતા ફરીયાદીને અદાલતમાં રામક્રિષ્ના લેસર સેન્ટર તથા તેના ભાગીદારો કિરણકુમાર ભટ્ટ અને હાર્દિક કાકડીયા વિરુઘ્ધ ફરીયાદ કરતા અદાલતે તમામ આરોપીઓને અદાલતમાં હાજર રહેવા આદેશ કરેલો હતો.

કોર્ટે હાજર થવાનો હુકમ કરતા આરોપી હાર્દિક કાકડીયાએ હાઇકોર્ટમાં પોતાની સામે થયેલ ફોજદારી ફરીયાદ તથા નીચેનીકોર્ટને હાજર થવાનો આદેશ રદ કરવા માંગણી કરી હતી અને પોતે રામકૃષ્ણ લેસર સેન્ટરમાં સક્રિય ભાગીદાર ન હોવાની રજુઆતો કરી હતી. તમામ રજુઆતોના અંતે હાઇકોર્ટ દ્વારા આરોપીની ફરીયાદ રદ કરવાની અરજી ફગાવી દેવાનો વલણ દેખાતા આરોપીએ અરજી પરત ખેંચવાનીફરજ પડી હતી.

આ કાયમાં ડો. અતુલ બદીયાણી વતી યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી કેવલ પટેલ અને કૃષ્ણ ગોર રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.