Abtak Media Google News

સરકાર માટે એકઠી થયેલી લોકોની વિગતોનો ખાનગી કંપનીઓ નાણા રળવા ઉપયોગ કરે તેવી દહેશત

આધારની કાયદેસરતાનો મુદો ફરીથી વડી અદાલતના દ્વારે પહોંચ્યો છે. સરકારના કાયદાના બે સુધારાથી ખાનગી કંપનીઓને લોકોની આધાર વિગતો મળી જશે તેવા આરોપ કરતી પીઆઈએલ અદાલતમાં દાખલ થઈ હતી. જેના અનુસંધાને વડી અદાલતે નાણા મંત્રાલય અને યુનિક આઈડેન્ટીફિકેશન ઓોરીટી ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. પીઆઈએલમાં લોકોની પ્રાયવસીનો ભંગ થતો હોવાના કરવામાં આવ્યા છે.

7537D2F3

 

ન્યાયમુર્તિ એસ.એ.બોબડે અને બી.આર.ગવાઈની ખંડપીઠ દ્વારા નાણા મંત્રાલયને અને યુઆઈડીએઆઈને નોટિસ મોકલાઈ છે. આ કેસમાં મૈસુરના ૭૭ વર્ષના નિવૃત આર્મી જવાન એસ.જી.વોમ્બેટકરે પીઆઈએલ કરી હતી અને દિલ્હીના ૫૩ વર્ષના સામાજિક કાર્યકર વિલસોન બેજવાડા પણ આ કેસમાં જોડાયા હતા. વિલસોન આધાર સામે મેન્યુઅલ પૃથકરણના વિરોધમાં અભિયાન ચલાવનાર આગેવાનો પૈકીના એક છે. પીઆઈએલમાં આધાર અને અન્ય કાયદા (એમેન્ડમેન્ટ) એકટ ૨૦૧૯ તા આધાર (પ્રાઈઝીંગ ઓફ આધાર ઓથેન્ટીકેશન સર્વિસીસ) રેગ્યુલેશન ૨૦૧૯ને પડકારવામાં આવ્યા છે. આ કાયદાના સુધારાથી નાગરિકોની પ્રાઈવેશીનો ભોગ લેવાતો હોવાનો આક્ષેપ થયો છે. સરકાર આધારના ડેટાનો લીમીટેડ ઉપયોગ કરે તે માટે આ કાયદા બનાવાયા હોવાનો દાવો કરાયો હતો. જો કે, સુધારાના કારણે ખાનગી કંપનીઓને પણ આધાર ઈકો સીસ્ટમમાં ઘુસવાનો બેકડોર મળતો હોવાનું જાણવા મળે છે. આધાર ઈકો સીસ્ટમથી લોકોની વિગતો ઉપર નજર રાખી શકાય છે. લોકોની સેન્સેટીવ જાણકારીઓ મેળવી શકાય છે. આ જાણકારીઓ સરકાર માટે એકઠી થઈ હતી જેનો ઉપયોગ ખાનગી કંપનીઓ કરે તેવી દહેશત છે.

આ સુધારામાં ઓફલાઈન વેરીફીકેશનનો મુદ્દો પણ સંકલીત કરાયો છે. ઓફલાઈન વેરીફીકેશની યુઆઈડીએઆઈને બાયપાસ કરી શકાય છે. જેનાથી લોકોની વિગતો મેળવી શકાય છે. ખાનગી કંપનીઓ સરકાર માટે લોકોની એકઠી થયેલી વિગતોનો ઉપયોગ નાણા કમાવવા થઈ શકે તેવા આશયથી સુધારા થયા હોવાનો આક્ષેપ થયો છે. આ મુદ્દે નાણા મંત્રાલય અને યુઆઈડીએઆઈને નોટિસ મોકલી વડી અદાલતે જવાબ માંગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.