Abtak Media Google News

દ્વારકા નગરપાલિકા સંચાલિત ડી.એન.પી.ઈંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા આગામી શનિવારે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. સમારોહના મુખ્ય અતિથિ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં દ્વારકા નગરપાલિકા સંચાલિત પ્રિતમ વ્યાયામ મંદિર ખાતે યોજાનાર વાર્ષિક ઉત્સવમાં ઓખામંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તા.૨જીએ સાંજે ૫:૩૦ કલાકથી યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા અલગઅલગ ડાન્સ સાથે સાંસ્કૃતિક રચનાઓ રજુ કરવામાં આવશે. શાળાના આ વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા દ્વારકાવાસીઓને દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતેષભા માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, ચીફ ઓફીસર ચેતનભાઈ ડુડીયા તેમજ શાળાના આચાર્ય મીનાક્ષીબેન ઠાકર તથા કપિલાબેન ભટ્ટ દ્વારા ભાવભયુર્ંં આમંત્રણ પાઠવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.