Abtak Media Google News

મોતીડે વધાવવી પડે તો નવાઈ નહિ ! દેશના સવા અબજ જેટલા લોકોની વચ્ચે ઉભી ને ભારતની ભૂમિએ હોંશે હોંશે ગવડાવવું પડશે કે લાખ લાખ દીવડાની આરતી ઉતારજો, લાખ લાખ તોરણ બંધાય, આંગણિયે અવસર આનંદના !

આ પેકેજ આખી દુનિયાનું હમણા સુધીનું ત્રીજું આટલું મોટું પેકેજ છે એની નોંધ લેવાશે અને એનું સૂરસૂરિયું ન જ થાય એવી પ્રાર્થના કરવી જ પડશે, કારણ કે આપણે ધર્મમાં માનીએ છીએ….

કોઈ માણસ કહે કે ‘હું કોદાળી લઈને આખી પૃથ્વી ખોદી કાઢીશ,’ કોઈ બીજો વળી કહે કે ‘હું રંગોના કૂંડા લઈને આખુ આકાશ રંગ કાઢીશ. વળી કોઈ એવું કહેનાર પણ નીકળે કે હું ઘાસનો પૂળો લઈને ગંગા નદીને ઉકાળી દઈશ. તોઆવા ત્રણેયના પ્રયાસોથી પૃથ્વી, આકાશ કે ગંગા ઉપર કશી અવળી અસર થાય ખરી ? તેજ પ્રમાણે કોઈ પણ તમને ગાળ દે કે માઠું વેણ તેની તમારા પર અસર ન થવી જોઈએ.

૨૦ લાખ કરોડ રૂ પિયાનો પેકેજ કઈ ‘કરન્સીમાં રહેશે? એને ગણતાં કેટલો સમય લાગી શકે, સોનાની લગડીઓમાં ગણીએ તો શું થાય? ૬૫ કરોડથી વધુ ગરીબોને કેટલો ઉધ્ધાર થાય? એમાંક રકસર થઈ શકે નહિ? આપણો દેશ સોનાને સારીપેઠે મહત્વ આપ્યો છે.

સોનાની વાત આવે ત્યારે ભારતવાસીઓની આંખ અને બુધ્ધિ બંને બંધ થઈ જાય છે. સોનું અતિશય કિંમતી ધાતુ છે. પણ વહેવારમાં તદ્ન બિનઉપયોગી ધાતુ છે.

સોનું એટલી નરમ ધાતુ છે કે તેના ઉપયાગે માટે હંમેશા થોડું કથીર તેની સાથે ભેળવવું પડે છે. શુધ્ધ સોનાના તો દાગીના પણ બનાવી શકાય નહી, પણ અતિશય કિંમતી હોવાના કારણે મૂડીરોકાણ માટે અને મૂડીની સાચવણી માટે સોનાની ખરીદી કરવામાં આવે છે. સોનું કશા કામમાં આવતું ન હોવાથી સોનામાં થયેલા મૂડી રોકાણને અર્થશાસ્ત્રીઓ મરેલું નિર્જીવ રોકાણ ગણે છે, પણ અછત વધતી જાય તેમ સોનાના ભાવ સતત વધતા જતા હોવાના કારણે સોનાની ખરીદી અને સંઘરો, મૂડીમાં વધારો કરવા માટે શ્રેષ્ઠ રોકાણ સાબિત થયું છે.

એક જમાનામાં લેવડદેવડનો વધો વેપાર વસ્તુઓના વિનિમય દ્વારા થતો. પછી સુલભી નાણાંનો વપરાશ થયો, તેમાં સોના રૂ પાની વપરાશ થયો અને પોતાના ચલણને સ્થિરતા આપવા માટે દુનિયાની બધી સરકારો પોત પોતાની અનુકૂળતા મુજબ સોનાનો સંઘરો કરે છે અને સાચવે છે. ૧૯૯૧માં વિદેશી હુંડિયામણની મોટી કટોકટી ઉભી થઈ ત્યારે પરદેશી ચલણ મેળવવા માટે ભારત સરકારે પોતાના સોનાનો જથ્થો વિલાયતમાં ગિરવે મૂકવો પડેલો. નરસિહરાવના નાણાપ્રધાન મનમોહનસિંઘે આર્થિક સુધારાઓ કરીને હુંડિયામણ પેદા કર્યું અને ગિરવે મૂકેલુંં સોનું છોડાવ્યું.

સોનાની પ્રતિષ્ઠા જામેલી છે. કે મહત્વની હર ચીજને અને પ્રતિભાવંત માણસો માટે પણ સોનું શબ્દ વપરાય છે. સોનાનો વાત અથવા સોનાનો માણસ એવા શબ્દ પ્રયોગ જાણીતા છે.

પંડિત નહેરૂ એ ભારત માટે કહેલું મારી પણ ભારતીય સંસ્કૃતિ માટે આવીજ લાગણી છે. એ જેવી છે તેવી, મને ખૂબ ગમે છે અને જેમ જેમ હુ એને વધુ સમજવાનો પ્રયત્ન કરૂ  છું તેમ તેમ મારી એના પ્રત્યેની ચાહના વધતી જાય છે. આમ તો કદાચ બધી સંસ્કૃતિઓ માટે આ સત્ય સમાન રૂ પે લાગૂ પડતું હશે કે એ જેમ જેમ વધુને વધુ અનાવૃત થાય, તેમ તેમ એના રહસ્ય ખૂલે અને રહસ્ય પોતે જ એક મહાન સૌદર્યરાશિ છે.

ભારતીય સંસ્કૃતિ યુગો પુરાણી છે અને છતાંય એમા એક સળંગસુત્રતા, અખંડિતતા, એકવાકયતા, જોવા મળે છે. ભારત અત્યંત વિશાળ દેશ છે. છતાંય એની ચારય દિશામાંથી એક સુસંવાદી સંગીત સાંભળવા મળે ત્યાં પ્રભુ પાસે એક જ યાચના સરી પડે છે; દેવા, ભવોભવ મને આ ભારતીયતા જ બક્ષજે !

એમાં પાનેપાન ભારતીય સંસ્કૃતિની વિવિધ ઝાંય જોવા મળે છે. આ લેખમાં મારે આ ઝળકનો જ પરિચય કરાવવો છે, બાકી કથા કિસ્સા તો સૌ પોત પોતાની મેળે પોત પોતાની રીતે માણી જ શકે છે મારે તો મારી સંસ્કૃતિને રેખાંકિત કરી ફરી ફરી ઘૂંટી વધુને વધુ આત્મસાત્ કરવી છે !

અનેક ભારતીયોને ગંગામૈયાએ હાથમાં કલમ લેવા મજબૂર કર્યા છે. એવું જ નર્મદા નદીનું પણ છે. એ રીતે નર્મદા એક મર્મીલી નદી છે. એના પાણે પાણે અને એનાં બુંદેબુંદમાં જીવન સત્યો સંગોપાયેલા હોવાનો ભાસ પણ છે.

કોઈ પણ અગત્યના કાર્ય માટે પૂરેપૂરી તૈયારી કરવી જ પડે. કોઈપણ મહત્વની કામગીરી માટે સારી પેઠે તૈયારી કરવી જ પડે. કોઈપણ શુભ અવસરને શાંભાવે અને સિધ્ધિ અપાવે એવા યત્નો કરવામાં કશી જ કચાશ ન રાખી શકાય.

આપણી ચર્ચાનો આજનો વિષય રૂ ા. ૨૦ લાખ કરોડના જંગી પેકેજની વડાપ્રધાન એમી સરકારે અને ગુજરાત સહિતની તમામ રાજય સરકારોએ ઈચ્છિત સફળતા અર્થે માત્ર પ્રાર્થના જ કરવાનો જ નથી. એની સાથે સાથે આનંદ ઉમંગની છોળો ઉડાડવાનો છે. આ મહત્વાકાંક્ષી તથા મહામોંઘેરા ‘પેકેજ’ને હોંશે હોંશે વધાવવાનો છે. અને એની પ્રાર્થનાભીની આરતી ઉતારવાનો છે.

લાખ લાખ દીવડાની આરતી ઉતારજો

લાખ લાખ હાથે પ્રગટાય

આંગણીએ અવસર આનંદના

લાખ લાખ દીવડાની આરતી ઉતારજો

લાખ લાખ તોરણ બંધાય.

આંગણીએ અવસર આનંદનાં…

આખા દેશના ઉત્કર્ષ અને ઉધ્ધાર અર્થે આ પેકેજ ઘડાયો છે. એ સો એ સો ટકા સફળ થાય એમાં આખા દેશનું ભલું છે.

આ સાફલ્ય એવું તેજસ્વી અને ઝગમગાટભર્યું હશે કે, એમાં તમામ વાયરસ આપોઆપ જતા રહેશે! આ પેકેજની ભીતરમાં આપણા વતનની વેદિક સંસ્કૃતિના અવિચળ ગંગોત્રી-જમુનોત્રીનો સંગમ હોવાનું પણ આપણી શ્રધ્ધા કહે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.