Abtak Media Google News

બુટલેગર ફરાર: ખુલ્લા વંડામાં ૧૩૩૨ બોટલ દારૂ અને ૬૯૬ બિયરના ટીન છુપાવ્યા’તા

જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર પાસે નામચીન શખ્સે વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસે દરોડો પાડી રૂ.૪.૭૦ લાખની કિંમતની ૧૩૩૨ બોટલ વિદેશી દારૂ અને ૬૯૬ બિયરના ટીન કબ્જે કરી ભાગી છુટેલા બુટલેગરની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર ખાતે રહેતા દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા પ્રવિણસિંહ જાડેજા નામના બુટલેગરે જામનગર રોડ પર સ્કૂલ પાછળ આવેલા ખુલ્લા વંડામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના પી.એસ.આઇ. બી.જે.કડછા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

ખુલ્લા વંડામાંથી રૂ.૪.૭૦ લાખની કિંમતની ૧૩૩૨ બોટલ વિદેશી દારૂની બોટલ અને ૬૯૬ બિયરના ટીન મળી આવતા કબ્જે કરી દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા જાડેજા સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

જયારે ભોમેશ્ર્વરવાડીમાં રહેતા નિસાર ઉર્ફે ચગો સિરાઝુદીન શેખના મકાને પોલીસે દારૂ અંગે દરોડો પાડી રૂ.૫૧૦૦ની કિંમતની ૧૭ બોટલ વિદેશી દારૂ કબ્જે કરી નિસાર શેખની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.