Abtak Media Google News

ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ ૨૦૨૦ના ધોરણ ૧૨ સાયન્સના પરિણામની વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી આ સંજોગોમાં ધો.૧૨ સાયન્સનું પરીણામ જાહેર થયું. ઓનલાઈન જાહેર થયેલ ધો.૧૨ સાયન્સનાં પરિણામમાં ક્રિષ્ના સ્કુલે જવલંત સફળતા પ્રાપ્ત કરી.

ક્રિષ્ના સ્કુલે વર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન ચાલી રહેલ હોવાથી ઉજવણી કરી ન હતી પરંતુ શાળાનાં ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગજેરા અને તૃપ્તિબેન ગજેરાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓનાં ઉજજવળ ભવિષ્યની મંગલ કામના કરી હતી. તાજેતરમાં જાહેર થયેલ ધો.૧૨ સાયન્સનાં બોર્ડના પરીણામમાં પારેખ કુંજે ૯૯.૬૮ પીઆર સાથે સોમૈયા હિરવાએ ૯૯.૬૭ પીઆર સાથે ઝાલા ઉર્વશીબાએ ૯૯.૫૯ પીઆર સાથે હિંગુ અંજલીએ ૯૯.૫૧ પીઆર સાથે જોબનપુત્રા હેત્વીએ ૯૯.૫૦ પીઆર સાથે ઝ‚વિરાજે ૯૯.૪૬ પીઆર સાથે બોરડ સાહિલે ૯૯.૩૪ પીઆર સાથે અને બોરડ રવિએ ૯૯.૦૫ પીઆર સાથે સફળતા પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. આ તબકકે શાળાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગજેરા અને તૃપ્તિબેન ગજેરા તેમજ સમગ્ર શાળા પરીવાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પાઠવે છે કે તેઓ પોતાના સ્વપ્નને સાકાર કરી ઉચ્ચતમ કારકિર્દીનું નિર્માણ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.