Abtak Media Google News

રાજકોટ શહેર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ૨૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ: રૂ.૮૪ લાખનો નફો, ૧૨ ટકા ડિવિડન્ડ અને અડધા ટકા વ્યાજની જાહેરાત

રાજકોટ શહેર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. રાજકોટની ૨૫મી વાર્ષિક સાધારણ સભા ડીલાઈટ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફીટ રીંગરોડ ૨ ખાતે મંડળીના પ્રમુખ મનીષભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને મળી હતી.

ઉપસ્થિત તમામ સભાસદોને આર્શીવચન પાઠવવા બી.એ.પી.એસ. મંદિરના સંત નિર્દેશક અપૂર્વ મૂનિ સ્વામિ વિશેષ ઉપસ્થિત હતા તેઓએ કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે આવડતની વ્યાખ્યા આપતા કહ્યું છે કે બધાને સાથે રાને કામ કરતા આવડે તેને આવડત કહેવાય મંડળીના હોદેદારો સભાસદને સાથે રાખીને કામ કરે એટલે પ્રગતિ થાય જ. દરેક માનવીને શકિત, બુધ્ધિનો અભિગમ આપ્યો છે. તેને સાચવતા અને વાપરતા શીખો. આ સાધારણ સભા નહિ અસાધારણ સભા છે. અંતમાં કહ્યું કે ન ભાવતાને નભાવતા આવડે એજ સાચી સમજ છે.

આ તકે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી ડો. આર.એસ. ઉપાધ્યાયે સભાસદોને મૂલ્યલક્ષી શિક્ષણ, સહકાર સંગઠનની ભાવનાને જાગૃત રાખવા મંડળીના હોદેદારો, સભાસદોને શુભેચ્છા આપી હતી. મંડળી દ્વારા અપાતી કલ્યાણ નિધિની સરાહના કરી હતી.

આજ સુધીના હોદેદારો કે જેમના સહયોગથી મંડળીએ પ્રગતિ કરેલ તથા મંડળીના પ્રમુખ, મંત્રીઓ સર્વ રાજેન્દ્રસિંહ જાડેજા, ધીરજલાલ ટીલાળા, વૃજલાલ વેકરીયા, મનીષભાઈ ભટ્ટ એન. ડી. વિરમગામાનું અપૂર્વ મૂનિના હસ્તે વ્યકિત વિશેષ સન્માન કરતા શિલ્ડ, શાલ, પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતુ.

મંડળીના પ્રમુખ મનિષભાઈ ભટ્ટે પ્રાસંગીક પ્રવચનમાં મંડળીનો અહેવાલ આપ્યો હતો. મંત્રી એન.ડી. વિરમગામાએ વર્ષ ૨૦૧૮-૧૯ના વાર્ષિક હિસાબો, ૮૪ લાખનો નફો, નફાની ફાળવણી, ૧૨ ટકા ડીવીડન્ડ તથા અડધા ટકા વ્યાજ ઘટાડાની તેમજ ભેટ વિતરણની જાહેરાત કરી હતી સાધારણ સભાનું સંચાલન ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ દવેએ કર્યું હતુ.

બોર્ડ ઓફ ડાયરેકટરના સભ્યો ભુપેન્દ્રસિંહ જાડેજા, જયંતભાઈ ગડારા, સંજયભાઈ પંડયા, ડો. લીલાભાઈ કડછા, પ્રધ્યુમનસિંહ રાણા, ડો. પ્રવિણાબેન આટકોટીયા, ભારતીબેન સનીસરા, ભુપેન્દ્રભાઈ પટેલ વગેરે ઉપસ્થિત હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.