વડોદરા સંજયનગરના રહેવાસીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

સત્તાધીશોને જનતાની પડી જ નથી !!

૭૦૦ રહેવાસીઓને ઘર અપાવવા શહેર કોંગ્રેસનો નિર્ધાર

શહેરના સંજયનગરના રહેવાસીઓના મકાનનાં પ્રશ્ર્ન હલ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા શહેર કોંગ્રેસે જાહેર કર્યું છે.  છેલ્લા કેટલાક દિવસથી સંજય નગરના રહેવાસીઓ પોતાના હક્કની લડાઇ લડી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી તેમના મકાન ખાલી કરી નાખ્યા બાદ પણ હજુ તેમને મકાન નથી મળ્યા અને છેલ્લા છ માસથી તો ભાડું નથી મળ્યુ. કોરોનાની પરિસ્થિતિને કારણે લોકડાઉન થવાથી સંપૂર્ણ ભારતના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે સંજયનગરમાં ૭૦૦ જેટલા રહેવાસીઓ આવક પર બંધ થઇ છે અને તેમને ભાડુ ચૂકવવા માટે કોર્પોરેશનની બાંહેધરી આપી હતી તે બિલ્ડર દ્વારા ભાડું પણ છેલ્લા છ માસથી ચૂકવાયું નથી.

આ પરિસ્થિતિમાં સંજય નગરના નાગરિકો સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ પાલિકા સામે સંજય નગરના રહેવાસીઓ માટે આંદોલનના મંડાણ કર્યા છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ જણાવે છે કે જો આ પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં પૂર્ણ ન થાય તો પ્રોજેક્ટ પ્રાઇવેટ બિલ્ડરો પાસેથી પાછો લો અને કોર્પોરેશન દ્વારા જો બાંધકામ કરવામાં આવે તો માત્ર ૧૩૫ કરોડમાં સંજય નગરના સર્વ રહેવાસીઓને તેમને નિવાસસ્થાન મળે અને કોર્પોરેશનને પણ ૧૫૦૦ થી ૧૮૦૦ કરોડનો લાભ કોમર્શિયલ દુકાનો અને બીજા મકાન વેચીને થાય તેમ છે. ભ્રષ્ટાચારથી તરબોળ વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને શહેર કોર્પોરેશનની તિજોરી ભરવામાં કોઈ પણ રસ નથી પણ માત્ર ભ્રષ્ટાચાર કરી બિલ્ડરો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ફાયદો થાય તેવું જ વલણ ધરાવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે પ્રધાનમંત્રીનું નામ બતાવી ભ્રષ્ટચાર કરી વડોદરા ભાજપના નેતાઓ પણ પ્રધાનમંત્રી પર લાંછન લાગે તેવું કૃત્ય કરી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલો કોઈપણ પ્રતિનિધિ કે નેતા બોલતો નથી તેનાથી પ્રધાનમંત્રીની પ્રતિભાથી ચૂંટાઈ આવેલા નેતા પ્રધાનમંત્રીનું નામ પટાવી કરોડોનો ભ્રષ્ટાચાર કરી દેશના પ્રધાનમંત્રીનું નામ બગાડી રહ્યાં છે. તેવો આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી પોતાનું ઘર ગુમાવી બેઠેલા સંજયનગર વાસીઓએ  કોર્પોરેશનમાં વારંવાર અરજ કરતા પણ તેમનો અવાજ કોઈ સાંભળતું નથી તેવી ફરિયાદ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ને મળતા સંજયનગરના રહેવાસીઓને સાથે રાખી રજુઆત કરી હતી. કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તા પક્ષ તરફથી નાગરિકોને ફાયદો થાય તેવું કોઈપણ પગલું ઉપાડ્યું ન હતું. રામધૂન કરી અને શ્રીરામ ભગવાનની આરતી ઉતારી કોંગ્રેસે મુખ્ય વચન આપ્યું હતું. જ્યાં સુધી સંજયનગરના રહેવાસીઓના  આંદોલનને ટેકો આપવો અને જ્યાં સુધી તેમને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું પ્રશાંત પટેલે જણાવ્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ આંદોલનના ઘટનાસ્થળે હાજર રહી સંજયનગરનાવાસીનું મનોબળ વધારી તેમની જોડે ખભે ખભો મિલાવીને વડોદરા કોર્પોરેશન સામે મેદાને પડયા છે આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા સંજય નગરના રહેવાસીઓ

જોડે ન્યાય નહીં કરવામાં આવે તો આ આંદોલનને વધુ વેગવંતુ બનાવી શહેરની ગલી-ગલીએ લઈ જઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવશે.

Loading...