Abtak Media Google News

Table of Contents

‘અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા’ એવી જાહેરાત ભારતની શોભા વધારે છે ટ્રમ્પને પગથી માથા સુધી ખુશ કરવાનો એક તરીકો તેમને ‘અમૂલમાં’ નમસ્તે’નું અમૃત ઘોળીને ચાંદીની પ્યાલીમાં પ્રેમ પૂર્વક પાઈ દેવાનો અને આ પ્યાલી ઉપર નમસ્તે ઈન્ડિયા અંકિત કરી દેવાનો છે… ટ્રમ્પ અને અમેરિકા આખી જીંદગી યાદ કરશે !

એક કમનશીબ તબકકે દરિયાના પટમાં રેતી વડે એમ લખેલું કે, ‘સોમાંથી નેવું ટકા બેઈમાન અને અંગ પર પૂરતા વસ્ત્ર કે ન ખાવા પૂરતું ધાન’ તો પણ મેરા ભારત મહાન ! આપણો દેશ તેની ૮૦ કરોડ જેટલી વસતિને સમયસર અમૂલ પાઈ શકે એટલું સામર્થ્ય અને વિકાસ પામે એ માટે આખો દેશ એક અવાજે આગળ વધે એ આજનો રાષ્ટ્રધર્મ છે…

‘હમણા હમણા અમૂલ પીતા હૈ ભારત’ એવી જાહેરાત આપણા દેશવાસીઓ વાંચે છે. આપણે એને ભારતની શોભા કહી શકીએ, ને ભારતનું ગૌરવ કહી શકીએ.

‘અમૂલ’ દૂધ અને અમૂલ કંપની વિશ્ર્વ પ્રસિધ્ધ છે.અમૂલ કંપની પણ વિશ્ર્વ પ્રસિધ્ધ છે.

માતાના ધાવણને શુધ્ધતાના આઈએસઆઈ માર્કાની જરૂર નથી. હોતી. અમૂલ એવી શુધ્ધતાનો દાવો કરે છે, અને તે ઘણે અંશે દેશભરમાં માન્યતા પણ પામ્યો છે.

આ ઉપરાંત, અમૂલ દૂધની એક જાહેરાત એવી હતી કે, ‘શું તમારાં દૂધ પીએ છે કે, રોગના કીટાણુઓ ?

તમે તમારા બાળકોને છૂટક દુધ પીવા આપશો તો દૂધમાંથી આવતી દુર્ગંધને લીધે તે દૂધ પીવાની ના પાડશે. આ ઉપરાંત, છૂટક દૂધમાં જાત જાતની અશૂધ્ધિઓ અને રોગકારક બેકટેરિયા પણ હોવાની શકયતા છે.

આવું છૂટક દૂધ ઘણીવાર કમળો, ટાઈફોઈડ જેવા રોગને આમંત્રણ આપે છે. એટલે તમારા વહાલા બાળકો એવું દુધ પીવાને કારણે બીમારીનો ભોગ બની શકે છે.

આવી બીમારીઓથી બચાવવા માટે તમારા વહાલા બાળકોને ભારતની અગ્રણી બ્રાન્ડ અમૂલનું દૂધ આપો. અમૂલ દૂધનો અત્યાધુનિક પ્લાન્ટ આઈ એસ.ઓ. ૯૦૦૦ પ્રમાણિત છે.તેમાં પ્રોસેસ થયેલું અમૂલ દૂધ તાજું, માનવ સ્પર્શરહિત, શુધ્ધ, સ્વાદિષ્ટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામીન વગેરે પોષકતત્વોથી ભરપૂર હોય છે.

આ ઉપરાંત, તે પ્રિવેન્શન ઓફ ફૂડ એન્ડ એડલ્ટ્રેશન એકય અને પેકેજીંગ કોમોડિટી એકટની જોગવાઈઓનું પણ ચુસ્તપણે પાલન કરે છે. તેમજ, અમૂલ દૂધ ઈન્સ્યુંલેટેડ વાહનો દ્વારા જ બજારમાં પહોચાડવામાં આવે છે. આથી, અમૂલ દૂધની ગુણવત્તા હંમેશા અકબંધ રહે છે. અને તમને સદાય તાજું, શુધ્ધ અને ગુણવત્તાસભર અમૂલ દૂધ જ મળે છે. એટલે તમારા બાળકોને દૂધનો સ્વાદ ભાવવા માંડે એવું કંઈક કરો. એમને અમૂલ દૂધ આપો.

‘ભારત પીતા હૈ અમૂલ’ એમ કહેતી વખતે એવો સવાલ જાગે છે કે, ભારત એટલે કોણ? પૂરા એક અબજ અને વીસ કરોડ લોકો?

આપણશ દેશમાં ૮૦ કરોડ લોકો તો અતિ ગરીબ છે, જેમને અંગઢાંકવા પૂરતાં વસ્ત્રો મળતા નથી અને પેટ ભરવા પૂરતું ખાવાનું મળતું નથી. તેઓ અમૂલ તો શું, સામાન્ય દૂધ પણ પામી શકતા નથી.

અમૂલની ગુણવત્તા ભારતની અને માનવ સમાજની શોભા વધારે એવી છે, પરંતુ એની કિંમત, ભલે કદાચ એ અનિવાર્ય હોય તો પણ તે આપણા દેશની ગરીબ પ્રજાને લગીરી પોસાય તેમ નથી ઉલ્ટું, તેના ભાવોની સાથે અન્ય દુધવાળાઓ-માલધારીઓ તેમના દૂધને પણ મોંઘુ કર્યા કરે છે.

આપણા દેશમાં શ્રીમંતોની સંખ્યા મુઠ્ઠીભર હોવાની અને તેમાં વધારો થતો જવાની ટીકાટિપ્પણી થતી રહી છે. ગરીબાઈમાં વધારો બેકાબુ બની રહ્યો છે.

‘દૂધ’ને પૂર્ણ ખોરાક (હોલસમ ફૂડ) તરીકે ઓળખાવાય છે. તબીબો વૈદો, હકીમો, દૂધને અનિવાર્ય ખોરાક ગણાવે છે. બાળકોને જો એ ન મળે તો ‘કુપોષણ’ની સ્થિતિ સર્જાય છે, જે અર્ધ ભૂખમરાનું સ્વરૂપ જ છે. બાળમરણની વધતી સંખ્યાનાં કારણોમાં એક મુખ્ય કારણ આ જ છે. ‘અમુલ’ ડેરીએ તેના દૂધ સહિતના તમામ ઉત્પાદન દ્વારા ભારતની શોભા વધારી અને તેને સાર્વત્રિક ગૌરવ અપાવ્યું છે. પરંતુ ‘ઈન્ડીઆ’ને (એટલેકે પૂરાભારતને) અમૂલ પીવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. લાખો ગરીબોને તો એ ચાખવા પણ મળતું નથી.

માણસ માત્ર માટે દૂધ પીવાનું અનિવાર્ય છે. એ ન મળે તો દેશની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે એ અમંગળ એંધાણ બની રહે છે. કુપોષણને કારણે દેશમાં રોગચાળો, બિમારી અને શારીરિક હાની પહોચ્યા વિના રહેતા નથી.

આપણા દેશમાં મંદિરોમાં પરમાત્માની પ્રતિમાઓ-શિવલિંગો માટે દૂધ મળી રહે છે, પણ ગરીબોનાં બાળકોએ, માતાઓએ દૂધ વિના ટળવળવું પડે છે. દેશના શાસકો-વહિટકર્તાઓની આ જવાબદારી ગણાય. કુપોષણના અનિષ્ટ માટે શાસકો જ દોષિત લેખાય…

રાજકોટના એક જાણીતા તબીબે દૂધના ખોરાકને એટલી હદે અનિવાર્ય ગણાવ્યો છે કે, જે ગરીબ પ્રજાને દૂધ ન પ્રાપ્ત થતું હોય એને રેશનીંગમાં દૂધ વહેચવાની ગોઠવણ કરવી જોઈએ.

આમ પણ પ્રજાના આરોગ્ય, સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જવાબદારી શાસનકર્તા-રાજકર્તાની જ રહે છે. રોગ કે બિમારીને રોકવા એજ ડહાપણ ભયુર્ંં લેખાવું જોઈએ !…

ડોનાલ્ડ ટ્રમ્પને અમૂલ પીરસવું પડે એવો સંભવ છે. અમૂલ દૂધ નહિ તોઅમૂલ ડેરીના કોઈપણ ઉત્પાદનનો સ્વાદ એમને ચખાડવો પડશે. ટ્રમ્પ-મોદીની મંત્રણા દરમ્યાન અમેરિકામાં ડેરી ઉદ્યોગ ઉભો કરવા અંગે સમજૂતી થવાનો સંભવ છે.

આપણી સરકારે આવી સમજૂતી કરતી વખતે ભારતની ગરીબ પ્રજાનેણ સસ્તા ભાવે દૂધ મળી રહે એ બાબતને પણ લક્ષમાં રાખવી પડશે. નહિતર અધૂરપ લેખાશે અને તે અમંગળ એંધાણ લેખાશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.