Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લા નજીકની તુલસશ્યામ રેન્જમાં સિંહનાં 14 નખ સાથે વન વિભાગે એક ખેડૂતની ધરપકડ કરવામાં  આવી છે.ગીરગઢડા કોર્ટમાં ખેડૂતને રજૂ કરી વન વિભાગે રિમાન્ડની માંગ કરી છે અને વધુ તપાસનો દોર  ચાલુ  થયો  છે.

ગત 14 ફેબ્રુઆરીનાં રોજ તુલસીશ્યામ રેન્જમાં આવતા ગીર વિસ્તારમાં એક નર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે વન વિભાગ ત્યારે ચોકી ઉઠ્યું હતું જ્યારે સિંહની ડેડ બોડીની તપાસ કરતા14 નખ ન હોવાનું બહાર આવ્યું.

વન વિભાગનાં એસીએફ નિકુંજ પરમારનાં કહેવા મુજબ સિંહને કુલ 18 નખ હોઈ છે. પરંતુ જે સિંહનો મૃતદેહ મળી આવ્યો તેને 4 જ નખ હતા. એટલે કે 14 નખ ગાયબ હતા.વન વિભાગે પકડેલા ખેડૂતે સિંહનાં નખ હાથથી ખેંચી બહાર કાઢયા હતા. 4 નખ ન ખેંચાતા 14 સિંહ નખ લઇ ફરાર થયો હતો.

ગત તારીખ 14-ફેબ્રુઆરીનાં રોજ તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડ માંથી માલી આવેલા મૃત સિંહના 14 નખ ચોરાયા બાદ વન વિભાગ દ્વારા અલગ અલગ ટિમો બનાવી જંગલ  અને આસપાસ નો વિસ્તાર ખોદી નાખ્યો પરંતુ કોઈ ક્લુ ન મળ્યો.આખરે વન વિભાગને બાતમી મળી કે ખાંભાનાં પચપચીયા ગામનાં ખેડૂત વશરામ ભાઈ પાસે સિંહનાં 2 નખનો ફોટો છે.વન વિભાગને સિંહનાં નખનાં ફોટાની જાણ થતા વશરામભાઈની અટકાયત કરી  ને આકરી પૂછપરછ કરતા ખેડૂત ભાંગી પડયો અને તેણે પોતાનાં ખેતર માં 14 નખ દાટયા હોવાનું કબુલ્યું હતું.જે નખ વન વિભાગે કબ્જે કરી ખેડૂતને ગીરગઢડા કોર્ટમાં રજૂ કર્યો છે.

વન વિભાગનાં જણાવ્યા પ્રમાણે ગત 14 ફેબ્રુઆરીનાં રોજ તુલસીશ્યામ ની કોઠારીયા રાઉન્ડમાં એક સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.સિંહોને 19 નખ હોય છે.પરંતુ આ સિંહના મૃતદેહમાં માત્ર 4 નખ જ મળી આવ્યા હતા.14 નખ ગાયબ હતા.આથી વન વિભાગે આસપાસના 1 કિલોમીટર વિસ્તારમાં સઘન સ્કેનિંગ કર્યું હતું.ઉપરાંત કોઈ વન્યપ્રાણી જેવાકે નોળિયા કે ઝરખ દ્વારા આ 14 નખોને ખાધા છે કે નહીં એ બાબત ચકાસવા આસપાસનાં વિસ્તારમાં સ્કેટ કલેક્શન અને એનાલિસિસ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ગીર પૂર્વના ડીસીએફ ની સૂચના મુજબ એસીએફ ઉના અને આરએફઓ તુલસીશ્યામની આગેવાની હેઠળ ચુનંદા ફોરેસ્ટર અને બીટ ગાર્ડની 11 લોકોની ટીમ બનાવી હતી.આ ટીમનું મુખ્ય કાર્ય આસપાસનાં સેટલમેન્ટ અને રેવન્યુ ગામો માંથી જીણામાં જીણી બાતમી મેળવવાનું હતું. જેના અનુસંધાને આ ટીમને 30-માર્ચે બાતમી મળી હતી કે, ‘સોનારીયા અને પચપચીયા ગામનાં વાડી વિસ્તારના એક ખેડૂત પાસે સિંહના નખના ફોટા છે.’ત્યાર બાદ વન વિભાગે પચપચીયા ગામનાં વશરામ સાર્દુલ ધાપા નામનાં વ્યક્તિની અટકાયત કરી હતી.આ અટકાયતી ખેડૂતે વન વિભાગને જણાવ્યું હતું કે,

સિંહ 2 દિવસ પહેલાનો મરેલો હતો. જેના પગમાં જીવાત પડતા 14 નખ આસાનીથી ખેંચાયા પરંતુ 4 નખ ન ખેંચી શક્યો.’સિંહનાં નખની ઊંચી કિંમતે ગેરકાનૂની વહેંચાણ થાય છે. જેના કારણે ખેડૂતે લાલચમાં આવી નખ કાઢયા.આરોપી ખેડૂતને ગિરગઢડા કોર્ટમાં વન વિભાગ દ્વારા રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.