ગર્ભપાત માટેની મર્યાદા ૨૦ સપ્તાહથી વધી ન શકે!!!

143

માતાના ગર્ભમાં રહેલા ભૃણની રક્ષા માટે ર૦ સપ્તાહની સમય મર્યાદા બરકરાર રાખવા કેન્દ્ર સરકારે સુપ્રીમમાં જવાબ રજુ કર્યો

ગર્ભપાત માટે ર૦ સપ્તાહના ગર્ભની મર્યાદાને વધારી ન શકાય કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે પ્રજનનની સ્વાયતતાનો અધિકાર ગર્ભના જીવનને બચાવવા માટે ગર્ભપાતની ર૦ અઠવાડીયાની સમય મર્યાદાને વધારી શકાતી નથી.

સરકારે જણાવ્યું કે, જન્મ પહેલા જ બાળક તેની પોતાની માતા દ્વારા નુકશાનથી બચાવી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં થયેલી એક પીઆઇએલ મુજબ ૧૯૭૧ મેડીકલ ટર્મીનેશન અલફ પ્રેગનન્સી એકટ અંતર્ગત કલમ ૩ (ર) (બી) અંગે અરજી કરવામાં આવી હતી જેમાં ર૦ સપ્તાહનાં ગર્ભપાત માટેની મર્યાદા વધારવા અપીલ કરાઇ હતી અને આ મર્યાદા ૨૬ સપ્તાહ કરવા જણાવાયું હતું.

અરજદારોએ એવી જોગવાઇને રદ કરવાની પણ માંગ કરી છે કે જે ગર્ભવતી મહીલાના જીવ બચાવવાના કિસ્સામાં જ ગર્ભપાત પર પ્રતિબંધ મુકાય. કેન્દ્રએ કહ્યું કે ગર્ભપાત અંગે તમામે હકક પગલા લેવા જોઇએ અને દરેકે પોતાની ફરજ સમજીને અન્યને માર્ગદર્શન આપવું જોઇએ ર૦ અઠવાડીયાનો ગર્ભમાં જીવ હોય છે. માટે તેના જીવનની રક્ષા માટે ગર્ભપાત ન કરી શકાય.

પ્રજાનન સ્વાયતતાના અધિકાર પરના અરજદારો ગર્ભમાં ગર્ભની રક્ષા માટે ર૦ અઠવાડીયા પછીના સમયગાળાથી ગર્ભપાત કરાવવો હિતાવક નહી તેવું કેન્દ્રએ જણાવ્યું છે.

વ્યકિતગત સ્વતંત્રતા અને પસંદગીની સ્વતંત્રતા સ્વચ્છદતામાં બદલાઇ જાય છે. જે બાળક જન્મ્યુ નથી તે બાળક તેની માતા દ્વારા પણ પોતાનું રક્ષણ કરી શકતુ નથી તેવું અરજીમાં જણાવ્યું હતું.

મહત્વનું છે કે ઘણા બધા અભ્યાસો બાદ એવું તારણ નીકળ્યું હતું કે એવા કેટલાક કેસ જે ખરેખર સિરીયસ હોય તો તેને ડીટેકટ કર્યા બાદ ર૦ સપ્તાહની ગર્ભધારણ બાદ માતા નકકી કરી શકશે કે તે ગર્ભને આગળ વધારવા ઇચ્છે છે કે કેમ?

Loading...