Abtak Media Google News

‘જય માણેક’ની જોડી કર્મ નાખે તોડી’ના ગુંજારવ સાથે પદયાત્રા: ગુરૂદેવના ગુણગાનથી તપસ્વી આશ્રમ ગુંજી ઉઠયો

રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે તીર્થભૂમિ જેતપુરની ધરા પર ગોંડલ ગચ્છના પ્રગટ પ્રભાવક તપસ્વ ગુરુદેવ પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મહારાજ સાહેબની ૯૭ મી પુણ્યસ્મૃતિનો અવસર સદ્દગુરુ સ્મૃતિ અંજલિ અવસર સ્વરૂપે અત્યંત ભકિતભાવપૂર્વક ઉજવાયો હતો.

જેતપુરના સ્થાનકવાસી જૈન સંઘના આંગણે. રાષ્ટ્રસંત આદિ સંતો તેમજ ગુરુપ્રાણ પરિવારના વિશાળ સંખ્યામાંઉપસ્થિત -સાધ્વીવૃંદના સાંનિધ્યે તપસ્વી ગુરુદેવની પુણ્યસ્મૃતિની ઉજવણીનું આયોજન તથા સમસ્ત સંઘ તેમજ દરેકે દરેક ભાવિકોના હૃદયમાં અત્યંત આનંદ અને ઉત્સાહ નગની રહ્યાં હતાં.

Img 0341 3

પૂજ્ય તપસ્વી ગુરુદેવને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના ભાવ સાથે આ અવસરે પ્રાત: કાળે સુંદર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય. સંત-સતીવૃંદ , સંઘ શ્રેષ્ઠીવર્ય તેમજ અનેક અનેક ભાવિકોથી શોભતી તેમજ જય-માણેકની જોડી, કર્મો નાંખે તોડી નો ગુંજરવ કરતી આ પદયાત્રી. તપસ્વી આશ્રમ પહોંચી હતી, જ્યાં એમના ગુણ ગુણાંજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

સેંકડો ભાવિકોથી ખીચોખીચ ભરેલાં તપસ્વી આશ્રમમાં અત્યંત મધુર વાણીમાં રાષ્ટ્રસંતે તપસ્વી ગુરુદેવના ગુણગ્રામ કરીને કહ્યું હતું. કે, જે સનમાં આપણે જવાના હોઈએ એનો કોઈ પચો ના મળે તો ખચીં પણ ભારે પડે, એવી સમાજની આ માનસિકતો વચ્ચે પ્રગટ પ્રભાવક એવો તપસ્વી -ગુરુદેવના સની આ તીર્થ ભૂમિમાં આજે આપણે સહુ આવ્યાં છીઅે . જેમ તકલીફ આવે અને બાળકના મુખમાંથી મા શબ્દ પ્રગટ થાય એમ જ શ્રધ્ધાળુ, ભાવિકોના હૃદયમાંથી ‘મા’ સમાન ભાવ શબ્દને પ્રગટ કરે એનું નામ તપસ્વ ગુરુદેવ છે . આ ભૂમિ પૂજ્ય ગુરુદેવ જેવા દિવ્ય આત્માના પરમાણુઓથી વ્યાપ્ત. -એવી આસ ભૂમિ છે, જ્યાં આવવું તે આપણા સહુનું પરમ સદ્ભાગ્ય છે,

આ અવસરે પૂજ્ય ઉર્મિલાબાઈ મ., પૂજ્ય આરતીબાઈ મ., પૂજ્ય સુનિતાબાઈ મ., પૂજ્ય સુબોધિકાબાઈ મ., પૂજય. ડો. ડોલરબાઈ મ. તેમજ પૂજ્ય પરિક્ષાબાઈ મ. અને પૂજ્ય પૂર્વીબાઈ મહાસતીજીએ પણ ભાવભરી શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી. ઉપરાંતમાં -ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી, જેતપુરના વિનુભાઈ કામાણી, જૂનાગઢ સંઘના લલિતભાઈ દોશી આદિ અનેક અનેક ભાવિકોએ આ અવસર તપસ્વી ગુરુ પ્રત્યે શ્રદ્ધાંજલિના ભાવ પ્રગટ કર્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે તપસ્વી માણેકચંદ્રજી મ.સા. એ દીક્ષા જીવનમાં આજીવન પાણી પીવાનો ત્યાગ કરી ઘોર તપશ્ચર્યા કરેલ, બાજરાનો લોટ અને છાશ વાપરીને ૧૨ વર્ષ સુધી તપશ્ચર્યા કરેલ.

રાષ્ટ્રસંત અને વિરલપ્રજ્ઞા પૂજય વીરમતીબાઈ મ. આદિ ઠાણા- ૪ જૂનાગઢ જૈન સંઘના આંગણે. કાલેે સવારે ૯:૧૫ કલાકે પધારશે, વ્યાખ્યાન બાદ ૧૧:૦૦ કલાકે વિહાર કરી ગીરનાર તળેટીમાં પધારશે. “

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.