Abtak Media Google News

ઉપલેટાના ભાયાવદર નજીક આવેલ મોટીપાનેલી ગામમાં સમસ્ત કોળી સમાજ તેમજ ગ્રામજનો સહયોગથી રામદેવપીરનો ધર્મ સ્તંભ સંવરો મંડપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહી 52 ગજની ધજા લહેરાવવા માટે મોટો ધર્મસ્તંભ બનાવવામાં આવ્યો હતો જે પુર્નાહુતિના થોડા જ કલાક અગાઉ પડી ગયો હતો ત્યાં ઉભેલા લોકો ઉપર પડવાથી ચાર લોકોના મોત થયા હતા અને બેને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

123223
Upleta NEws

અગાઉ પણ ધાર્મીક કાર્યક્રમોમાં છાસવારે અકસ્માત સર્જાતા હોય તેવો જ વધુ એક બનવા આજ રોજ બન્યો છે. સદરહું કાર્યક્રમ વિશે જાણવા મળતી વિગત પ્રમાણે મોટીપાનેલી ગામે તા.9 થી તા.12 એમ ચાર દિવસ સુધી રામદેવપીરનાં ધાર્મિક મંડપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે બપોરે 12 વાગ્યા આસપાસ આ કાર્યક્રમ પૂરો થઈ જવાનો હતો. ત્યારે અચાનક સવારના 9 કલાક આસપાસ આશરે 70 ફુટની લંબાઇવાળો લાકડાનો (52-ગજ) સ્તંભ ઉભો કરેલ હતો. જે આજરોજ પૂર્ણાહુતિ વખતે ભારે જોરદાર પવનનાં કારણે સ્તંભ સાથે બાંધેલ નાડા ઢીલા થઈને ટૂટી જતાં આ મંડપ ધરાશાયી થયો હતો અને ત્યાં ઊભેલા લોકો ઉપર આ મંડપ પડતાં 6 થી 7 લોકો ઝપટે ચડી જતાં તેમાંથી ચાર લોકોના મોત થયા હતા. જેમાં માતા-પુત્ર તેમજ પિતા-પુત્રનો સમાવેશ થાય છે અને અન્ય બે લોકોને ઈજા થઈ છે અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.