Abtak Media Google News

ઢાંકણ વિનાની સેફટીકટેન્કમાં બાળક પડી જતા કરુણ મોત

દાદરા અને નગર હવેલીના ડોકમોરડીમાં બિલ્ડરની બેદરકારીને કારણે એક માસુમ બાળકનું સેફટીક ટેન્કમાં પડી જતા મોત પુનાથી સેલવાસમાં પોતાના સાઢુંભાઈ ને ત્યાં આવેલ પાટીલ પરિવારનો ૭ વર્ષીય દીકરો રમતા રમતા ખુલ્લી રહી ગયેલી સેફટી ટેન્કમાં પડી જતા થયું કરુણમોત મોડી સાંજે તેની લાશ બહાર કાઢવામાં આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું

Img 20180604 Wa0015સેલવાસના ડોકમોરડી ખાડી નજીકમાં મુદ્રાનામક બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલા વૃંદાવન સોસાયટીમાં રહેતા શ્રીકાંત પાટીલને ત્યાં પુના થી આવેલા ભૈયા પાટીલ અને તેમની પત્ની વેકેશન હોય ફરવા માટે આવ્યા હતા બપોરના સમયે બાળકો રમતા હતા ત્યારે બપોરના અઢી વાગ્યે પ્રકૃતિ પાટીલ ઉ.વ ૭ રમતા રમતા ખુલ્લા છોડી દેવામાં આવશે સેફટીકટેન્કમાં પડી ગયો હતો બપોરે અઢી વાગ્યાથી ઘરથી નીકળેલું બાળક ગુમ થઈ જતા ઘરના સભ્યોએ તેની શોધખોળ આદરી હતી જોકે તેને શોધવા માટે સોસાયટીના સીસીટીવી ચેક કરતા તે સોસાયટીની બહાર નીકળતો દેખાયો ના હતો અને સ્થાનિકોએ બાળકના ચપ્પલને સેફટીટેન્કમાં જોતા તે તેમાં પડી ગયો હોવાની શંકા વધુ પ્રબળ બની હતી જે અંગે સ્થાનિકોએ સેલવાસ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ફાયર વિભાગને જાણ કરી સેફટીક ટેન્ક ખાલી કરાવ્યા બાદ રાત્રે ૯ વાગ્યે બાળકના મૃતદેહ ને બહાર કાઢ્યો પણ ત્યાં સુધી તો મોડું થઈ ગયું હતું બાળકનું મોત થતા સ્થાનિકોમાં બિલ્ડરની બેદરકારીને લઈ ને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો.

નોંધનીય છે કે આ અગાઉ પણ અહીં 4 જેટલા લોકો એ યેનકેન પ્રકારે પોતાના જીવ ખોયા છે સ્થાનિકોએ જણાવ્યું કે બે લોકો થોડા સમય પહેલા ટ્રકનીચે આવી જતા જીવ ખોવાનો વારો આવ્યો હતો તો એક વ્યક્તિ ગળે ફાંસો લઈ ને જીવન ટુકાવ્યું હતું અને આજે બાળક નું ઢાંકણવિનાની સેફટી ટેન્કમાં પડી જતા જીવ ગુમાવ્યો છે બિલ્ડરને આ બાબતે અવગત કરવામાં આવ્યા છતાં ઘટનાબન્યા બાદ સ્થળ ઉપર જોવા સુધ્ધાં ફરકયા નહીં નું સ્થાનિકોએ જણાવ્યું હતું

નોંધનીય છે કે બે માસ અગાઉ દાદરા રામજીમંદિર પાસે પણ ખુલ્લા સેફટીકટેન્ક માં બાળક પડી જતા તેનું મોત થયું હતું હાલ તો પોલીસે બાળકની બોડી નો કબજો લઈને પી એમ માટે સેલવાસ સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાઈ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.