Abtak Media Google News

બ્રોન્ડબેન્ડ યુઝર્સ માટે બીએસએનએલનો ધમાકેદાર પ્લાન

હાલ, ટેલીકોમ ક્ષેત્રે તીવ્ર હરીફાઇ ચાલી રહી છે. જેનો પ્રત્યક્ષ લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. જીયોને ટકકર આપવા ટેલીકોમ કંપનીઓ એક પછી એક ધમાકેદાર પેકેજ લોન્ચ કરી રહી છે અને ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસોમાં ઝુંટાઇ છે. જીઓ અને અન્ય બ્રોન્ડબ્રેઝ ઓપરેટરોને માત આપવા બીએસએનએલ (ભારત સંચાર નિગમ લીમીટેડે) નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં યુઝર્સને ૧૦૦ એમબીપીએસ  સ્પીડની સાથે ૧૫૦૦ જીબી ડેટા મળશે આ ફાઇબર ટુ ધ હોમ પ્લાનની કિંમત રૂ ૪૯૯૯ છે.

સરકારી કંપની બીએસએનએલ નો આ પ્લાન બ્રોેડબેન્ડ યુઝર્સ માટે છે. ચેન્નાઇ સર્કલના આ પ્લાનમાં ૧૦૦ એમબીપીએસની સ્પીડ મળશે અને દરરોજનું ૧પ૦૦ જીબી ડેટા પુરા થયા પર યુઝર્સને બે એમબીપીએસની સ્પીડથી ઇન્ટરનેટ ડેટા મળશે બીએસએનએલમાં પ્લાનમાં માત્ર ડેટા જ નહિ આપે પણ આ સાથે કંપની વધારાના કોઇ ચાર્જ વગર નિ:શુલ્ક બીએસએનએલ નેટવર્ક પર કોલીંગની સુવિધા પણ આપશે.

બીએસએનએલ આ પ્લાન ઉપરાંત પણ ઘણાં બ્રોડબેન્ડ પ્લાન આપે છે રૂ ૯૯૯ થી લઇ રૂ ૨૯૯૯ સુધી કંપનીએ પ્લાન લોન્ચ કર્યા છે. બીએસએનએલના રૂ ૨૯૯ વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સ ને ૨૫૦ જીબી ડેટા ૬૦ એમબીપીએસની સ્પીડે મળશે આ પ્લાન પણ ચેન્નાઇ સર્કલ માટે છે.

જયારે રૂ ૧૨૯૯ પ્લાનમાં ૪૦૦ જીબી ડેટા યુઝર્સને મળે છે. ૧૬૯૯ વાળા પ્લાનમાં યુઝર્સને ૫૫૯ જીબી ડેટા મળે છે. જયારે રૂ ૧૯૯૯ વાળા પ્લાનમાં કંપની ૮૦૦ જીબી ડેટા અને ૨૯૯૯ વાળા પ્લાનમાં ૯૦૦ જીબી ડેટા આપી રહી છે. આ તમામ પ્લાનમાં દરરોજ ડેટાલીમીટ પુર્ણ થતા યુઝર્સ બે એમબીપીએસની સ્પીડે તેટ ચલાવી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.