રૂડામાં ૧૧મીએ બોર્ડ બેઠક મળશે

બે નવી ટી.પી. બનાવવા માટે ઈરાદો જાહેર કરાશે; ચાલુ સાલનું સુધરેલું બજેટ રજૂ થશે

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની આગામી.૧૧મી ડિસેમ્બરના રોજ ૧૬૨મી બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે. આ બોર્ડ બેઠકમાં મનહરપુર-રોણકી તથા માલીયાસણ-સોખડામાં કુલ-૨ સુચિત મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવા ઇરાદો જાહેર કરવા, રીંગરોડ-૨ અંતર્ગત કાળીપાટથી માલીયાસણ ગામ સુધીના રસ્તા તથા કુલ-૨ બ્રિજના કામો ઉપરાંત એઇમ્સ હોસ્પીટલને જોડતા રસ્તા તેમજ અન્ય રસ્તાઓના કામો, રૂડા હેઠળના ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રીફયુઝ કોમ્પેકટર તથા અન્ય સાધનો ખરીદવાના કામોને બહાલી આપવા વિચાર વિર્મશ કરવામાં આવશે. વધુમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના હિસાબો તથા વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું સુધારેલ અંદાજપત્ર રજૂ થશે. આમ, ઉપરના તેમજ અન્ય મુદ્દાઓની ચર્ચા માટે આગામી ૧૧મી ડિસેમ્બરના રોજ રૂડાની બોર્ડ બેઠક રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રૂડાની આ બોર્ડ બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવનાર હોય તે વિસ્તારના સ્થાનિકો બેઠક ઉપર મીટ માંડીને બેઠા છે.

Loading...