Abtak Media Google News

મોઢ વણીક યુવા ગ્રુપ દ્વારા દશમા સમુહલગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં મોઢ વણીક વિઘાથી ભુવન, રાજપુતપરા ખાતે મોઢ વણિક યુવા ગ્રુપ તથા મોઢ વણીક સમાજના સહયોગથી મોઢ વણીક યુવા ગ્રુપ આયોજીત સમુહ લગ્નમાં ૯ યુગલોએ પ્રભુતમાં પગલા માંડયા હતા.

દસમાં સમુહલગ્નના શુભ પ્રસંગે સમારંભના અઘ્યક્ષ તરીકે મોઢ વણીક જ્ઞાતિનના મોઢ મહોદય સંસ્થાના પ્રમુખ અને અમદાવાદ જ્ઞાતિ અગ્રણી હર્ષદભાઇ શાહ ઉ૫સ્થિત રહ્યા હતા. જયારે સમારંભના ઉપાઘ્યક્ષ તરીકે મોઢ મહોદય સંસ્થાના કારોબારી તથા રાજકોટ જ્ઞાતિ અગ્રણી કીરીટભાઇ પટેલ, રાજકોટ જ્ઞાતિ અગ્રણી રમેશભાઇ જીવાણી તથા ગાંધીનગર જ્ઞાતિ અગ્રણી દિપકભાઇ ગઢીયા ઉ૫સ્થિત રહ્યા હતા. જયારે સમારંભના ઉદધાટક તરીકે મારવાડી પરિવારના મોભી મધુબેન મારવાડી ઉ૫સ્થિત રહ્યા હતા.

સમારંભના મુખ્ય મહેમાન તરીકે નવીનભાઇ પટેલ, હસુભાઇ શાહ, ડો. ચંદ્રકાંતભાઇ પારેખ, મગનભાઇ દોશી, કનુભાઇ શાહ, જગદીશભાઇ ભાડલીયા, સુરેશભાઇ ગાંગડીયા, સહીતના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ નવદંપતિઓને આર્શીવાદ પાઠવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મોઢ વણીક યુવા ગ્રુપ, રાજકોટના પ્રમુખ કિરેન છાપીયા, મંત્રી કેતન પારેખ, ચેરમેન કેતન મેસ્વાણી, ડો. કમલેશ પારેખ, જીજ્ઞેશ મેસ્વાણી, મુકેશ પારેખ, દેવેન્દ્ર મણીયાર, અજય પરીખ, ફાલ્ગુનીબેન કલ્યાણી, ડો. સંજય મહેતા  યોગેશ પારેખ, યતિન ધ્રાફાણી, નયન પરીખ, ઇલેશ પારેખ, જીજ્ઞેશ દોશી, ધર્મેશ મહેતા, સુનીલ બખાઇ, જયેન્દ્ર મહેતા, પાયલ દોશી, દેવાંગી બખાઇ સહીતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.