કહે મને પ્રકૃતિ

પૃથ્વીની હું ક્રુતિ,

વિચારોની હું આકૃતિ,

કહે મને પ્રકૃતિ

કુદરતની હું રચના,

માનવીની હું ઓળખ,

કહે મને પ્રકૃતિ

અનંત મારૂ મન,

માણસ મારૂ સર્જન,

કહે મને પ્રકૃતિ

સંધિ મારી અનેરી,

કળા મારી નિરાલી,

કહે મને પ્રકૃતિ

શરૂઆત મારા થકી,

અંત મારા થી,

કહે મને પ્રકૃતિ

ગુણ મારા વિભિન્ન,

પ્રભાવ મારા અભિન્ન,

કહે મને પ્રકૃતિ

પર્યાય મારા વિશેષ,

પ્રભુત્વ મારા વિશિષ્ટ,

કહે મને પ્રકૃતિ

ઈશ્વરની હું સાક્ષી,

જીવનની હું સાથી,

કહે મને પ્રકૃતિ.

Loading...