Abtak Media Google News

ચર્ચો અને હોટલમાં થયેલા આઠ હુમલાનો દોરીસંચાર તમિલનાડુમાંથી થયાનું પ્રાથમિક તપાસમાં તારણ

શ્રીલંકામાં ખ્રિસ્તીઓનાં પવિત્ર તહેવાર ઈસ્ટરની ઉજવણી દરમ્યાન ગઈકાલે આઠ સ્થળો પર થયેલા સિરીયલ આત્મઘાતી હુમલામાં ૨૧૫ લોકોના મૃત્યુ, જયારે સેંકડો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી એકપણ આતંકી સંગઠને સ્વીકારી નથી પરંતુ શ્રીલંકન પોલીસની પ્રાથમિક તપાસમાં આ હુમલા ઈસ્લામીક જેહાદી જુથ તાહીદે જમાતનો હાથ હોવાનો અને આ જધન્ય હુમલાને તમિલનાડુમાંથી દોરીસંચાર દ્વારા અંજામ આપવામાં આવ્યાનું ખૂલ્યું છે.

Advertisement

શ્રીલંકામાં ઈસ્ટર તહેવારોનાં અંતિમચરણમાં શુક્રવારે એક પછી એક સિરીયલ બોમ્બ બ્લાસ્ટમાં વધુ એકવાર માલદીવથી બંગ્લાદેશમાં પથરાજી રહેલા ઈસ્લામીક સ્ટેટ આંતકવાદીઓનાં તાર કયાંકને કયાંક જોડાયા હોવાનું બહાર આવ્યું છે. તાહીદે જમાત નામના ઈસ્લામિક સ્ટેટ પ્રેરીત જૂથની હાજરી તામિલનાડુમાં બહાર આવી છે. બ્રિશન ટાઈગર ઓફ તાલીમ એલમ રિબલેરીટીઈઝ જેવા સંગઠનોએ આત્મઘાતી હુમલાઓની પ્રથા શરૂકરી હતી. ગઈકાલે થયેલા હુમલામાં શ્રીલંકા તાહીદે જમાતની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પૂર્વતર વિભાગમાં આ જુથ શરીયતના કાયદાઓ અંતર્ગત મહિલાઓ માટે બરખા અને ઈસ્લામવર્ગના ફેલાવામાં માટે આ જુથ અભિયાન ચલાવી રહ્યું છે.6060A04E31C1E8451C79Ad7926Ef86C9

૨૦૧૬માં બાંગ્લાદેશનાં ઢાકામાં આવોજ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.આઈએસ દ્વારા તાલીમ અપાયેલા યુવાનો આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો હતો.શ્રીલંકામાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ ૨૦૧૬માં બાંગ્લાદેશમાં થયેલા હુમલા જેવી જ મોર્ડસ ઓપરેન્ટીના અણસાર મળ્યા છે. ઈસ્લામીક સ્ટેટ અલગ કાયદા લશ્કર અને જેશ જેવા સંગઠનોમાં દોરી સંચાર સાથે સ્થાનિક યુવકોનાં નેટવર્કથી માલદીવ જેવા દેશોમાં પોતાનું નેટવર્ક ધબકતું રાખે છે. શ્રીલંકામાં થયેલા હુમલા પાછળ જેહાદી જુથોનાં હાથ હોવાના મળી આવેલા પુરાવાઓ વિશ્ર્વ સમાજ માટે ચિંતાનું કારણ બની ગયો છે. તાહીદે જ આ આત્મઘાતી હુમલા કરાવ્યા છે.તના હજુ સ્પષ્ટ પૂરાવાઓ મળ્યા નથી પરંતુ આદિશામાં આ તથ્ય બહાર આવે તેવું માનવામાં આવી રહ્યું છે.

એસએલ આઈઆઈ જેવા જેહાદીઓ શ્રીલંકાના સ્થાનિક બુધ્ધિસ્ય સંપ્રદાય સાથે ઘર્ષણમાં હોવાનું માનવામાં આવે છે. બુધ્ધિસ્ટ અને મુસ્લિમો વચ્ચેના સંઘર્ષમાં બૌધ્દિસ્ટોને નિશાન બનાવવા આઈએસઆઈ પ્રેરિત તાહીદએ ધડાકા કર્યા હોવાનું માનવામાં આવે છે. ગઈકાલે કરવામાં આવેલા આ ધડાકાઓ સ્પષ્ટ પણે ખિસ્તીઓની પવિત્ર દિવસ ઈસ્ટરને જ ધ્યાને રાખીને કરવામાં આવ્યા હોવાનું દેખાય રહ્યું છે. જેહાદીઓએ જ આ કૃત્ય કર્યું હોય તેમ દેખાય રહ્યું છે.

પ્રારંભીક તપાસમાં આ હુમલાઓ પાછળ શ્રીલંકાના સ્થાનિક મુસ્લિમોની સંડોવણી દેખાય રહી છે. પરંતુ વૈશ્ર્વિક આતંકવાદના સમિક્ષા જ કહેવું છેકે શ્રીલંકામાં ઈસ્ટર રવિવારે થયેલા આત્મઘાતી હુમલાઓ સ્થાનિક જુથો વગર શકય નથી. આ હુમલાઓ માત્ર સ્થાનિક લોકો ન જ કરી શકે જો તેમને બહાર મોટા જુથોનું સમર્થન ન હોય. શ્રીલંકામાં ઈસ્ટર પર્વ નિમિતે થયેલા હુમલામાં સતાવાર મૃત્યાંકમાં હજુ ખૂબ મોટો વધારો થાય તેવી આશંકા દેખાઈ રહી છે. પ્રારંભીક ધોરણે આ હુમલામાં ઓછામાં ઓછો ૨૦૭ જેટલા નિદોર્ષ લોકોનો ભોગ લેવાયા છે.

શ્રીલંકાના વડાપ્રધાને જણાવ્યું હતુ કે આ હુમલા અંગે તંત્રને કોઈ જ અગાઉથી જાણકારી મળી શકી ન હતી. શ્રીલંકામાં ક્રિશ્ર્ચિયન સમાજ દ્વારા ઉજવવામાં આવતી તહેવારોમાં ઈસ્ટર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. રવિવારે થયેલા હુમલા પાછળ તાહીદે જમાત જવાબદાર હોવાનું માનવામાં આવ્યું છે. આ હુમલામાં ૨૧૫ના મૃત્યુ અને ૫૦૦થી વધુ ઘાયલ થયા હોવાનું સતાવાર જાહેર થયું છે. ઘાયેલ થયેલાઓમાથી કેટલાકની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધે તેવી ભીતી સેવાય રહી છે.

સીરિયલ બોમ્બ ધડાકામાં ૪ ભારતીયો સહિત ૨૭ વિદેશીઓના મોત: ૧૩ શંકાસ્પદોની ધરપકડ

શ્રીલંકામાં ઈસ્ટરસન્ડેની ઉજવણી દરમ્યાન થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકામાં ૨૦૭ કમનસીબ મૃતકોમાં ૩ ભારતીયો સહિત ૨૭ વિદેશીઓની પણ બલી લેવાઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. ચર્ચ અને હોટલોમાં થયેલા આ હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. ૪૫૦થી વધુ ઘવાયેલાઓને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કોલંબોના સેંટ એન્થોની કેથેલીક ચર્ચ સિનેમોન ગ્રાન્ડ, સંચારીલા અને કિંગ્સબર્ગ હોટલ, સેન્ટ સેલે સ્ટીયન કેથેલીક ચર્ચ, નિગેબો અને પેટ્રીસ્ટનટ જીયોન ચર્ચ, બેટીકલોવમાં આ હુમલાઓ થયા હતા.

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતુ કે આ હુમલામાં ૩ ભારતીયોના ભોગ લેવાયા છે. જેમાં લક્ષ્મી, નારાયણ ચંદ્રશેખર, અને રમેશ નામના ભારતીયોની ઓળખ મળી છે. આ અંગે વધુ વિગતો મેળવાય રહી છે.શ્રીલંકામાં થયેલા આ હુમલામાં કેટલાકભારતીયોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્ર નામના ભારતીયે દવાખાનામાં પોતે સલામત હોવાનું જણાવ્યું હતુ આ હુમલામાં સ્થાનિક પોલીસ ૧૩ શંકાસ્પદોને સાંયોગીક પૂરાવાઓનાં આધારે દબોચી લીધા છે.

સમગ્ર વિશ્ર્વમાં ઈસ્ટરની ઉજવણી ચાલી રહી હતી ત્યારે શ્રીલંકામાં ખેલાયેલી આ ખૂનની હોલીનાં પગલે સેન્ટ પીટરસ ચર્ચ દ્વારા શોક જાહેર કરરરી દેવામાં આવ્યો હતો. પાદરીએ જણાવ્યું હતુ કે ઈશ્વર મૃત આત્માઓને શાંતિ અર્પે શ્રી લંકા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતુ કે તુર્કી, પોર્ટુગલ, અમેરિકા અને બ્રિટનના નાગરીક સહિત ૨૭ વિદેશીઓનાં મૃતદેહો મળી આવ્યા છે.

શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકાથી વિશ્ર્વ સ્તબ્ધ: આતંકવાદને એક સૂરે વખોડ્યો

શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેએ કરવામાં આવેલા હુમલાને વિશ્વ સમુદાયે આંતંકીઓની કાયરતા સમાન ગણાવીને વખોડી કાઢ્યો છે. મૃતકોને શ્રધ્ધાંજલી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોગ બનનારા પ્રત્યે સંવેદનના વ્યકત કરી હુમલાને વખોડ્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ, બ્રિટનના વડાપ્રધાન થેરેસાએ પાકિસ્તાનના ઈમરાન ખાનને દુ:ખ વ્યકત કર્યું હતુ.

ફ્રાંન્સિસે સમગ્ર વિશ્વના નેતાઓ ને અંગત મતભેદો અને મનભેદોને ભૂલીને આતંકવાદ સામે એક થવાની અપીલ કરી શાંતિ માટે નેતાઓને હાથ મિલાવવા અને ઈશ્વ પાસે પ્રાર્થના કરી હતી કે હથીયાર અને હિંસાની રેસના અંત માટે વિશ્ર્વ એક થાય તેવી અપીલ પોપે કરી હતી. ઈમરાન ખાને જણાવ્યું હતુ કે આતંકવાદને કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય તુર્કીના પ્રમુખ રિકટચીયે આ હુમલાને માનવતા પર હુમલો ગણાવ્યો હતો. કતાર, બેહરીન, યુએઈ, સહિતના વિશ્ર્વના દેશોએ આ હુમલાને કાયરતાનું કૃત્ય જણાવી આતંકીઓ સામે એક થઈને લડી લેવાનું આહવાન કર્યું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.