Abtak Media Google News

મંદિર અને મંદિર – સંસ્કૃતિ અંગે યુગલક્ષી ધારણાઓ: એનાથી માનવજાતને લાભ કેટલો? આપણા દેશના ઉત્કર્ષમાં એનો ફાળો

માનવજાતની બધી જ મુંઝવણોનો ઉકેલ ‘મંદિર’ છે એવો બોધ અક્ષર પુ‚ષોતમ સ્વામીનારાયણ સંપ્રદાયના વર્તમાન ગાદીધારી પ્ર.બ્ર. સ્વરુપ પરમપૂજય શ્રી મહંત સ્વામીએ તેમના એક વ્યાખ્યાનમાં આપ્યો હતો.

ભગવાન માટે મંદિર બનાવવાની પરંપરા સમાજમાં ત્યારે જ શરુ થઇ હશે જયારે પરમાત્માનો અનુભવ સૌએ કર્યો હશે, મંદિર એ ભગવાનને કે પરમાત્માને કે દેવને અવતારવાની કે આવકારવાની એક વિધિ કે પરંપરા છે.

જેમ રેડીયો અવાજના મોજા પકડી પાડી છે તેમ મંદિરો એવી રીતે બનાવાતા કે તે પરમાત્માના અસ્તિત્વના મોજા ખેંચી લાવતા. આજે સેકડો મંદિરો એવા છે જયાં દર્શનાર્થીને પ્રવેશતાઁ જ પ્રસન્નતા શાંતિ અને સંતોષનો અનુભવ થતો હોય, તિ‚પતિ બાલાજી, વૈષ્ણદેવીના મંદિરે રોજે રોજે લાખો લોકો શું કામ જાય છે?

મંદિર એ પરમાત્માની અનુભુતિ કરાવી પરમાત્મા તરફ આપણને લઇ જવાનું સાધન છે.

આપણે જાણીએ છીએ કે માણસ મૂંઝાય, સમસ્યામાં સપડાય કે પીડીત બને ત્યારે સુનમુન આકાશ સામે જોઇ ભગવાનને યાદ કરે કે તેની દુઆ માંગતા હોય છે. આકાર તરફ નાંખતા જ જોઇ શકાય કે આકાશ ગોળ વાડકા જેવું દેખાય છે જે પૃથ્વીને ગોળાકાર દેખાતું હોય તેવો આભાસ થતો હોય છે. મંદિરનો ગોળગુંબજ એ ગોળ આકાશનું જ પ્રતિક છે. ખુલ્લા આકાશમાં કરેલા મંત્રોચ્ચાર, શ્ર્લોકોચ્ચાર કે ઓમકાર ઘ્વનિ અવકાશમાં કયાંય ખોવાઇ જાય, પરંતુ મંદિરમાં ગોળગુંબજમાં ઓમકાર કરીશું તો તે ઘ્વનિનો પડઘો પડી આપણે તરફ જ પાછો આવશે. ઓમકાર કે પ્રાર્થના કે મંત્રોચ્ચારને મંદિરનો ગોળગુંબજ પ્રતિઘ્વનિ કરી આપણી ઉપર જ પાછો ફેંકશે, ગોળગુંજબમાં ઘ્વનિનું શબ્દનું સ્વરનું ચોકકસ વર્તુળ બનશે. આપણને સહજ પ્રસન્ના આપશે. ગુંબજમાં વળતા ઘ્વનિ વર્તુળ દ્વારા આપણામાં દિવ્યતાની પ્રતીતિ પેદા થાય છે. ટૂંકમાં પોકાર કરનાર અને પોાકાર ઝીલનાર બન્ને સ્વય એક જ વ્યકિત બને છે. જયારે ઓમકાર કે મંત્રોચ્ચાર કરવામાં આવે ત્યારે વ્યકિત તરીકે મોઢું ઇન્દ્રિયોને સ્પર્શે છે. આવો ઘ્વનિપાત મંદીરના ગોળગુંજબમાં ભગવાનની મૂર્તિની સાક્ષીઓ થાય છે.

ઘ્વનિ જીંદગી ઉપર કેટલા પ્રમાણમાં કેવી કેવી અસરો કરે છે તેના વિજ્ઞાન આજે સઘન અભ્યાસ કરે છે, ઘ્વનિપાતથી ગાય વધુ દૂધ આપે, ઘ્વનિપાતથી ફૂલો જલ્દી અને પૂર્ણકળાએ ખીલે તથા ઘ્વનિપાતથી ઝાડ ઝડપી વૃઘ્ધિ પામે તેવા સફળ પ્રયોગો વિજ્ઞાને કર્યા છે.

‘જીટ્ટષ્ઠિર હ જીષ્ઠી હદ્ધટ્ટ’ ના લેખક શ્રી પોલ બ્રન્ટન ભારત આવેલા અને બનારસ રોકાયેલા બનારસમાં સ્વામી વિશુઘ્ધાનંદની મુલાકાતથી કેટલાક વિશિષ્ટ પ્રયોગો તેમણે પ્રત્યક્ષ નિહાળ્યા.

શ્રી પોલ બ્રન્ટને આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે બનારસમાં મૂર્ત ચકલી ઉપર સૂર્યના કિરણો કેન્દ્રિત કરી વિશિષ્ટ પ્રકારના ઘ્વનિ ઉચ્ચારણો દ્વારા ચકલીના મૃત શરીરમાં જીવંતપણાનો સંચાર સ્વામી વિશુઘ્ધાનંદે કરેલો. જે શ્રી પોલે પ્રત્યક્ષ જોયેલું.

મંદિરમાં વેદઘોષ, મંત્રઘોષ, ઓમકાર, આરતીગાન દ્વારા વિશેષ ઘ્વનિતરંગો નિર્માણ કરાય છે. જે ત્યાં હયાત માનવ શરીર ઉપર અસર કરી તેમના જીવનમાં ચેતનાની વિદ્યુતશકિત પેદા કરે છે. માટે તો આજે પણ મંગળાની આરતીમાં હાજરી આપવા પડાપડી થાય છે.

ઘ્વનિની શકિતને ઘ્યાનમાં લઇ આકાશ આકારે મંદિરોના ઘુમ્મટ બનાવાયા વ્યકિત મંદિરમાં જઇ મંત્રોચ્ચાર કરે, ઓમકાર બોલે તે ઘુમ્મસમાં વિઘુત વર્તુળો સર્જાતા જે વ્યકિત ઉપર પાત કરતા અને વ્યકિત વધુ ચેતનવંતી વધુ ચાજિૅગવાળી બનતી હા, મંત્રોચ્ચાર ન આવડે તો ઘુમ્મટમાં લટકાવેલ ઘંટ વગાડવામાં આ બંધુ જાણ્યા પછી પણ આપણો સમાજ તો મંદિર અને મંદિર – સંસ્કૃતિ વર્ષે એક વિશિષ્ટ વારસો લઇને એને જ વળગી રહ્યો છે. એને અનુલક્ષીને જ પૂ.શ્રી મહંત સ્વામીએ એવી દ્રઢ હૈયાધારણ માનવજાતને આપી છે કે, મનુષ્યપાત્રની ગમે તેવી મુંઝવણોનો ઉપાય એકમાત્ર મંદિર છે.

પૂ. મહંત સ્વામીના વ્યાખ્યાનો સારાંશ એવો હોઇ શકે કે,

આ આપણું મંદિર છે આ વિશ્ર્વ મંદીર છે. આપણું સ્વર્ગ આ મંદિરમાં છે. આપણા સંતાનોનું સુખ આ મંદિરમાં છે. આપણી આંખો ઉઘડે છે તે આ દેવદેવીઓના પ્રતાપે ઉઘડે છે. આ આંખોની પાંપણો સંચાઇ જશે તે પછી અંધારું રોજ દર્શન કરીને આપણા દેવ દેવીઓને પાંપણોની વચ્ચે આસનસ્થ કરી લઇએ.. નર્કશી બચવાનો આ સૌથી સરળ ઉપાય છે.

ભગવાનને આ મંદીરમાં આપણે જ તેડાવ્યા છે. એમની નિત્ય સરભરા કરીએ, સ્તુતિ કરીએ, એમને રોજ સાથે મળીને સન્માનીએ સાથે મળીને શણગારીએ અને એમના બાળકો થઇને રહીએ એ આપણો ધર્મ છે. એમાં જ આપણાં બાળકોનું ભલું છે, જે એમણે જ આપ્યા છે….

આપણે બધા દરરોજ જાણ્યે અજાણ્યે ઇશ્ર્વરને અણગમતી ભૂલચુક કરીએ છીએ એ સરવાળે દુ:ખ પેદા કરે છે. એને અટકાવવાનો ઉપાય મંદિર છે. મંદિરમાં ઇશ્ર્વરની સાથે ઓતપ્રોત થવાની જે એકાગ્રતા આવે તે ઘરમાં નથી મળતી. મંદિરને ઘર અને ઘરને મંદિર બનાવીએ.

ચિતંકો કહે છે કે, આખું જગત ભગવાનનું છે એ કબૂલ પણ જગતમાં અનિષ્ટો, દં, ઠગાઇ, પાખંડ અને પાપાચર પ્રવર્તે છે. પાપ ઘર બેઠું  છે એટલે ભગવાન ઓછો દેખાય છે. એમ છતાં દુનિયામાં માનવીએ ભગવાનને માટે થોડી જગ્યા રાખી છે. ગરીબોએ તેમની ઝુંપડીઓમાં ભલે એકાદ ગોખલા જેટલી ભગવાન માટે રાખી છે. જયાં એ ઘણી તરીકે વસે, રાજા તરીકે સિંહાસન પર બેસે, દેવ તરીકે દર્શન આપે આશીર્વાદ આપે વરદાન આપે….

આ મંદીરનું સ્થાન પવિત્ર છે. દૂરથી એનો ઘ્વજ ફરકે જાણે ઇશ્ર્વરનો અલૌકિક દરબાર અને રાજાધિરાજનો મહેલ છે! મંદિરનો ઘંટ વાગે, ઝાલર વાગે, આરતી થાય અને ચારે દિશામાં પ્રભુના પ્રકાશનો ઝળહળાટ ફેલાય અને અહંકારને તોડીને મોક્ષના સુખનો માર્ગ મોકળો કરે!

આપણું મંદિર પણ ભગવાનને દરબાર અને રામ, કૃષ્ણ તેમજ દેવદેવીઓનો રાજમહેલ છે. આપણે હરહમંશે એમના દર્શન કરીને, સ્તુતિ કરીને વરદાન પામીએ… પરિવાર સાથે જઇએ આપણા ધર્મના ગંગોત્રી યમુનોત્રીના વહેણમાં જન્મદિવસ, લગ્ન પ્રસંગ, તહેવારોની ઉજવણીના અવસરો વખતે સહુ સાથે મળીએ, જુદી જુદી કામગીરીઓમાં સથ સહકાર આપીએ અને જરુરી ચીજોની ગોઠવણો કરીએ તે વિષે વિચારીને ઉચિત ગોઠવણો કરશું….

આપણા સંતાનોમાં આવો ભાઇચારો દ્રઢ થાય તેઓ પણ સ્નેહની સેવાની અને સમર્પણની રંગોળીઓ પુરવા પ્રેરાય એ માટે એમને પણ આપણી પ્રવૃતિઓમાં જોડશું.

પરંતુ, આ બધું કરી શકવાનું ખરું બળ તો મંદીર જ આપે, ભકિત આપે, પ્રાર્થના આપે… મંદિરમાં જ ખરી ભકિત લાગે, ભગવાનની સાથે બને ! સંતનો સંગ અને સત્સંગ ભગવાનની સમીપ લઇ જાય છે. ઘરમાં જવું હોય તો દિવાલ દ્વારા ન જવાય… એમ કરવા જઇએ તો માથું  ફૂટે ! બારણા દ્વારા ઘરમાં પ્રવેશાય ને સત્સંગ તથા મંદિર સંસ્કૃતિ બારણાની ગરજ સારે છે.

આપણી રાજસત્તા ઉદંડ બની છે મંદિરો તો મુદુ, સૌમ્ય અને સૌજન્ય શીલ બની રહેવાનું રાખવે છે. ધર્મસભાએ પોતાની પ્રભુતા વડે એને સીધી દોર કર્યા વિના નહિ ચાલે?

બાકી તો, આપણા દેશનો પૌરાણીક પ્રાચીન ઇતિહાસ તો રાજસત્તા એ ખુદે જ ધર્મસભાની સર્વોપરિતા સ્વીકારી હોવાનું અને ઋષિ મુનિઓએ રાજસત્તાએ કેમ વર્તવુ અને કેમ રાજ કરવું એને લગતું બંધારણ નકકી કરી આપ્યું હતું. કમનસીબે આજના સત્તાધીશો ઘમંડી અને નિરંકુશ બન્યા છે. અને સ્વાર્થને ખાતર જ મંદિર સંસ્કૃતિને વટાવી ખાય છે. એ ઘ્યાનમાં રાખવા જેવું છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.