Abtak Media Google News

કુદરતી હાજતે ગયેલી સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી નરાધમે કુકર્મ આચર્યું તુ

શહેરનાં કોઠારીયા મેઈન રોડ પર રહેતી સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાનાં કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતા અદાલતે નરાધમ શખ્સને ૧૦ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

વધુમાં શહેરનાં કોઠારીયા મેઈન રોડ પર રહેતી ૧૬ વર્ષની સગીરા અવવા‚ સ્થળે કુદરતી હાજતે ગઈ ત્યારે નરાધમે શખ્સ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તબીબી પરીક્ષણ કરતા ગર્ભવતી હોવાનું ખૂલ્યું હતુ.

બાદ ભોગ બનનારે રવિ રાણા ધામેચા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ રવિ રારશ ધામેચાની ધરપકડ કરી કાર્યવાહી પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બંને પક્ષોની રજૂઆતના અંતે સરકાર પક્ષે કરાયેલી દલીલમાં કલમ ૧૧૪ ક મુજબ જયારે ભોગ બનનાર કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવેલ કે શરીર સંબંધ વખતે તેણીની સંમતી ન હતી.

કાયદો ન્યાય અદાલત સમક્ષની એકમાત્ર જુબાનીને જ મહત્વ આપે છે. તેમ માનવું ઘટે અને તે સંજોગોમાં ફરિયાદ કે નિવેદનની વિગતો સાથે જુબાનીની હકિકતોની તુલના કરવી કાયદા મુજબ માન્ય નથી. આ તમામ રજૂઆતો ધ્યાનમાં લઈ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ એમ.એમ.બાબી આરોપી રવિ ધામેચાને પોકસો એકટની કલમ ૬ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.૧૫ હજારનો દંડ ફરમાવેલો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.