વીવીપી કોલેજ ખાતે રવિવારથી ‘ટેકનોથોન-૨૦૨૦’ તકનીકી સ્પર્ધા

37

રીયલ ટાઈમ, કોમ્પ્યુટેશન ટૂલ્સ ફોર કેમિકલ એન્જીનીયરીંગ અને જીઆઈએસ જેવા વિષયો પર વર્કશોપનું આયોજન

વી.વી.પી. આયોજીત રાજય સ્તરની તકનીકી સ્પર્ધા ” ટેકનોથોન-૨૦૨૦ નું ભવ્ય આયોજન તા. ૯,૧૦ અને ૧૧ ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. તે વિશે વિશેષ માહિતી આપતા સંસ્થના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, સંસ્થાના આચાર્ય ડો. જયેશભાઈ દેશકર વિશેષ માહિતી આપતા જણાવે છે કે, એન્જીનીયરીંગ માત્ર પુસ્તકોમાં નથી. એન્જીનીયરીગ સ્કીલ ડેવલપમેન્ટ, હેન્ડસ ઓન ટ્રેનીંગ તથા પ્રેકટીકલ આવડતમા છે. રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ ઈજનેરી જ્ઞાન સાથે ઈજનેરી કૌશલ્ય પર ભાર મુકે છે. વી.વી.પી. ઈજનેરી કોલેજ શ્રેષ્ઠ ઈજનેરી જ્ઞાન સાથે સર્વશ્રેષ્ઠ પ્રેકટીકલ તાલીમ માટે દર વર્ષે ટેકનીકલ ઉત્સવનું આયોજન કરતી રહે છે. આ જ પ્રકલ્પના ભાગરૂપ વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા તા. ૯,૧૦ અને ૧૧ ફેબ્રુઆરીના રોજ રાજય સ્તરની સ્પર્ધા ” વી.વી.પી. ટેકનોથોન-૨૦૨૦ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

તા. ૯ અને ૧૦ ફેબ્રુ્રઆરીના રોજ વિવિધ વિષયો ઉપર વર્કશોપનું ભવ્ય આયોજન કરેલ છે. જેમાં અમદાવાદ, બરોડાથી આવનાર એકસપર્ટ દ્વારા અલગ-અલગ વિષયો જેમ કે, રીયલ ટાઈમ, પોલીમરેઝ ચેઈન રીએકશન, મશીન લનીંગ, કોમ્પ્યુટેશન ટુલ્સ ફોર એન્જીનીયરંીગ, જી.આઈ.એસ. જેવા વિષયો ઉપર ” કાર્યશાળા  નામથી હેન્ડઝ ઓન ટ્રેઈનીંગ સેશન્સનું વિશિષ્ટ આયોજન કરેલ છે.

તા. ૧૧, ફેબ્રુઆરીના રોજ કુલ ૪૯ તકનિક તેમજ બીન તકનીકી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં સમગ્ર રાજયમાંથી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેવા આવશે. આ તકનીક સ્પર્ધાઓમાં આર.સી.રેસ. એપ્ટીકલ્ચર, ઈલેકટ્રોકવેસ્ટ, સરકુટ્રીકસ મેઝ, રીલે કોડીગ, કોડજામ, પેપર વીંગ્ઝ, નેનો સરકીટ, સીમ્યુલેટર, ફાઈન્ડ મી ઈફ યુ કેન લાઈન ફોલેવર, સ્કાઈ બોલ, સરકીટ મેનીઆ, રેંજ ગીયર, ડીબગીંગ, ડીઝાઈન યોર ડ્રીમ્સ, એલીવેટર પીચ, ઓપન માઈક્રોફોનો, ૨૦૨૦ રીઝોલ્યુશન માઈક્રોસ્કોપ, મારવેલ વર્સીસ ડીસી કવીઝ વગેરે સ્પર્ધાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ ત્રિ-દિવસીય ઈવેન્ટની સફળતા માટે વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરના માર્ગદર્શન હેઠળ ઈવેન્ટ કો-ઓર્ડીનેટર ઈલેકટ્રીકલ વિભાગના અધ્યાપક પ્રો.શિલ્પાબેન કાથડ તથા બાયોટેકનોલોજી વિભાગના અધ્યાપક પ્રો. પુજાબેન ચાવડા, પ્રો.પ્રતીક કોરડીયા, પ્રો. શ્રેયસ ઘુલીયા તેમજ સમ્રગ કર્મચારીગણ અને વિદ્યાર્થીગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...