Abtak Media Google News

રાજયમાં વિકાસને વેગવંતો બનાવવા માટે સરકાર દ્વારા ૫૦૦ કરોડી વધુના પ્રોજેકટોના ઝડપી અને અસરકારક અમલીકરણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં ૧૨ સભ્યોની ખાસ કમીટીની રચના કરવામાં આવી છે. જે સતત આવા પ્રોજેકટો પર નજર રાખશે અને નિયમીત રીતે પ્રોજેકટની સમીક્ષા કરી ઝડપી નિર્ણયો લઈ પ્રોજેકટને નડતરરૂપ સમસ્યાઓનો ઉકેલ લાવશે.

રાજયમાં વિવિધ સરકારી, ખાનગી, ઔદ્યોગીક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રના ૫૦૦ કરોડ થી વધુના પ્રોજેકટોનો ત્વરીત અમલ કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સને એક ઉચ્ચસ્તરીય કમીટીની રચના કરવાની સત્તાવાર જાહેરાત ઈ છે જેમાં ૧૨ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટિ આવા મહત્વના પ્રોજેકટની સમીક્ષા કરી ફટાફટ નિર્ણય લેશે જેથી રાજયનો વિકાસ ઝડપી બનશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં ઉપરોકત નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં એવું પણ નકકી કરાયું હતું કે, જુદા જુદા ક્ષેત્રના રૂ.૧૦૦ થી ૫૦૦ કરોડના પ્રોજેકટના અમલીકરણ અને તેમાં આવતા પ્રશ્ર્નો અને રજૂઆતોનું નિરાકરણ લાવી શકાય તે માટે મુખ્ય સચિવ કક્ષાએી આવા પ્રોજેકટનું મોનીટરીંગ કરાશે અને મુખ્ય સચિવ સહિત સંબંધીત અધિકારીઓ પણ આ પ્રોજેકટના મોનીટરીંગમાં જોડાશે.

વધુમાં આ નિર્ણય અન્વયે મુખ્યમંત્રીના અધ્યક્ષ સને આ ખાસ સમીતીમાં નાયબ મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, મહેસુલમંત્રી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને જે તે મહત્વના વિભાગોના અગ્ર સચિવો અને સચિવોનો પણ સમાવેશ કરવામાં આવશે.

દરમિયાન રાજયની મહત્વકાંક્ષી અને મોટી કહી શકાય તેવી રૂ.૧૦૦ થી ૫૦૦ કરોડની યોજનાની સમીક્ષા માટે આ કમીટી દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે પ્રોજેકટના અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજશે અને પ્રોજેકટને લગતા પ્રશ્ર્નોનો ત્વરીત ઉકેલ લાવવા પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, ૫૦૦ કરોડથી વધુની યોજનાઓ માટે રચવામાં આવેલી આ કમીટી માટે એક અલાયદુ સેલ પણ ઉભુ કરાશે. જેમાં પ્રોજેકટને લગતા પ્રશ્ર્નો અને રજૂઆત આવે તો તેનો ત્વરીત અમલ કરી પ્રોજેકટને ઝડપી સાકાર કરવા પગલા લેવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.