Abtak Media Google News

કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ માટે આજે (શુક્રવારે) ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

તે પછી સત્તાવાર રીતે નવા કોચની જાહેરાત સાંજે 7 વાગે કરવામાં આવશે. 6 શોર્ટ લિસ્ટેડ ઉમદેવારો- માઈક હેસન, ટોમ મૂડી, રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, ફિલ સિમન્સ અને રવિ શાસ્ત્રીનું ઇન્ટરવ્યૂ લેવાશે.

થોડા સમય પહેલા એવા રિપોર્ટ્સ હતા કે 2 હજાર કરતા વધુ લોકોએ ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે અપ્લાઇ કર્યું હતું, પરંતુ તેમાં મોટા નામો બહુ ઓછા હતા. સપોર્ટ સ્ટાફ (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ)ની પસંદગી મુખ્ય કોચ એમએસકે પ્રસાદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.