Abtak Media Google News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદ સમિતિએ શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે અને ટી-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. ઓસ્ટ્રેલિયાની ભારત પ્રવાસ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ છેલ્લી બે વનડે અને ટી-20 સીરીઝથી બહાર રહેલાં કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં પરત આવ્યો છે.

ટીવી ચેટ શો કોફી વીથ કરણમાં મહિલાઓ વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલે ફસાયેલા લોકેશ રાહુલને ટી-20 માટે પસંદ કરાયો છે. વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિને વનડેમાંથી બહાર કરવામાં આવ્યો છે. જેનાથી તેના મે-જૂનમાં રમાનારા વર્લ્ડ કપમાં ખેલવાના સપનાંને ઝટકો લાગ્યો છે.

બીજી બાજુ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ખેલનાર સ્પિનર મયંક માર્કેન્ડેય પહેલી વખત ટી-20 ટીમમાં પસંદ કરાયો છે. તેને IPLની છેલ્લી સીઝનમાં 14 મેચમાં 15 વિકેટ લીધી હતી. તો છેલ્લી 5 સ્થાનિક મેચમાં 17 વિકેટ ઝડપી છે. ટી-20માં તેને કુલદીપ યાદવની જગ્યાએ તક આપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની T20I  સીરીઝ માટે ભારતની ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત (ઉપ-સુકાની), કે કે રાહુલ, શિખર ધવન, રીષભ પંત, દિનેશ કાર્તિક, એમ.એસ. ધોની (વિકેટ), હાર્ડિક પંડ્ય, ક્રુનલ પંડ્ય, વિજય શંકર, યુજેવેન્દ્ર ચહલ , જસપ્રિત બૂમરા, ઉમશ યાદવ, સિદ્ધાર્થ કૌલ, મયંક માર્કાન્ડે

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી અને બીજી વનડે માટેની ભારતની ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-સુકાની), શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમ.એસ. ધોની (વિકેટ), હરિકિક પંડ્ય, જસપ્રિત બૂમરા, મોહમ્મદ શામી, યુજેવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ, વિજય શંકર, રીષભ પંત, સિદ્ધાર્થ કૌલ, કેએલ રાહુલ

ત્રણ વન-ડે મેચો માટે ભારતની ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-સુકાની), શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમ.એસ. ધોની (વી.કે.), હાર્ડિક પંડ્ય, જસપ્રિત બૂમરા, ભુવનેશ્વર કુમાર, યુજેવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , મોહમ્મદ શમી, વિજય શંકર, કેએલ રાહુલ, રીષભ પંત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.