Abtak Media Google News

વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા પછી વિરાટ સેના પહેલી વાર મેદાને ઉતરશે. ટીમ ઇન્ડિયાનો આગામી લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયામાં રમનાર ૨૦૨૦નો વર્લ્ડકપ છે. એવો ફોર્મેટ છે જેમાં આજે ભારતની વિરુદ્ધ રમનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહારત ધરાવે છે. વિન્ડીઝ માટે વર્લ્ડકપ ૨૦૧૯ નિરાશાજનક રહ્યો હતો. પોઈન્ટ્સ ટેબલમાં તેઓ માત્ર અફઘાનિસ્તાન કરતા આગળ હતા. બંને દેશ ફ્લોરિડા ખાતે ૩ મેચની સિરીઝની પ્રથમ રમશે જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે ૮ વાગે શે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ૧૧ વાર એકબીજા સામે ટકરાયા છે. ભારત અને વિન્ડીઝ બંને ૫-૫ મેચ જીત્યું છે, જયારે ૧ મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. ૨૦૧૬માં ફ્લોરિડા ખાતેની ૨ મેચની સિરીઝ ભારત ૦-૧ી હાર્યું હતું. પ્રથમ મેચમાં એવીંન લુઈસની સદીથી વિન્ડીઝે ૨૪૬ રન કર્યા હતા. જવાબમાં લોકેશ રાહુલની સદી છતાં ટીમ ૨ રને હારી હતી. બીજી મેચમાં પરિણામ આવ્યું ન હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ સિરીઝમાં ટીમનો હેતુ છેલ્લા કેટલાક સમયી બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને તક આપવાનો છે. વર્લ્ડકપમાં એક સોલિડ નંબર ૪ની ગેરહાજરી ભારતને ભારે પડી હતી. આ સિરીઝમાં શ્રેયસ ઐયર અને મનીષ પાંડે પાસે તે સ્થાનને સિમેન્ટ કરવાની સારી તક રહેશે. ટીમમાં શિખર ધવનની વાપસી થઇ હોવાી, શું લોકેશ રાહુલને ફરીથી ચોથા નંબરે મોકલવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે. ઋષભ પંત એક માત્ર વિકેટકીપર છે અને તેના મેચ ફિનિશ કરવાની પણ જવાબદારી રહેશે.

ભારત રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા અને વોશિંગ્ટન સુંદરમાંથી કોને કોને પ્લેઈંગ ૧૧માં તક આપે છે તે પણ જોવાનું રહેશે. બોલિંગમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ ખલીલ અહેમદને સ્થાન મળે તે લગભગ નક્કી છે. જયારે કોહલી પાસે દિપક ચહર અને નવદીપ સૈની જેવી પ્રતિભા પણ છે. અનકેપ્ડ રાહુલ ચહર ટીમમાં એક માત્ર લેગ-સ્પિનર છે અને તેનું રમવું લગભગ નક્કી છે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ વિન્ડીઝ માટે સુનિલ નારાયણ અને કાયરન પોલાર્ડ વાપસી કરી રહ્યા છે. બંનેનો ગ્લોબલ લીગ કેનેડામાં દેખાવ શાનદાર રહ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ઘૂંટણની ઇજાના લીધે સિરીઝની બહાર થઇ ગયો છે. જોકે ટીમમાં ઓશેન થોમસ અને શેલ્ડન કોતરેલ જેવા ફાસ્ટ બોલર્સ છે અને શિમરોન હેટમાયર જેવો હીટર છે.

યુવા પ્રતિભા અને અનુભવનું વિન્ડીઝની ટીમમાં સારું મિશ્રણ છે. હવામાન વિભાગ અનુસાર વરસાદની ૬૫% સંભાવના છે. તેી બંને ટીમના કેપ્ટન ટોસ જીતીને બોલિંગ પસંદ કરી શકે છે. ફ્લેટ વિકેટ હોવાી હાઈસ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. એવીન લુઈસે ભારત સામેની ત્રણમાંથી બે સદી ફટકારી છે. સુનિલ નારાયણે રોહિત શર્માને ૭ વાર આઉટ કર્યો છે. રોહતિ નારાયણ સામે દર ૧૯ બોલે એક વાર આઉટ થાય છે. રોહિત શર્મા સૌથી વધુ સિક્સના રેકોર્ડી ૩ સિક્સ દૂર છે. રોહિતે ૧૦૨ સિક્સ, જયારે ક્રિસ ગેલે ૧૦૫ સિક્સ ફટકારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.