Abtak Media Google News

શિક્ષણ સમિતિનાં ૬૦૦ થી વધુ શિક્ષકો તંત્રની કામગીરીમાં અને  ર૦૦ સ્વેચ્છાએ ઘરેથી વિડીયો બનાવીને ૨૦૧૯૪ છાત્રોને ઓનલાઇને શિક્ષણ આપી રહ્યા છે. ઓનલાઇન ૧૦૦ જેટલા છાત્રોએ નવો પ્રવેશ મેળવ્યો

નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની ૯૯ શાળાના એક હજારથી વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. હાલમાં લોકડાઉનના પગલે તથા વેકેશન  ગાળો ચાલતો હોવાથી શાળાઓ બંધ છે ત્યારે તંત્ર દ્વારા શિક્ષકોને વિવિધ ફરજો સોંપવામાં આવી છે.

કોરોના કંટ્રોલ કામગીરીમાં હોમ કોરન્ટાઇન કરેલ પેસેન્જરની વિઝીટ લેવામાં ૩૦૦ થી વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત સસ્તા અનાજની દુકાને પુરવઠા વિભાગ દ્વારા પણ ૧૦૦ થી વધુ શિક્ષકોને સસ્તા અનાજની દુકાને પુરવઠા વિભાગ દ્વારા પણ ૧૦૦ થી વધુ શિક્ષકોને સસ્તા અનાજની દુકાને ફરજ સોંપવામાં આવી છે.

સરકારના ઓનલાઇનને પ્રોજેકટમાં ઘરેથી શૈક્ષણિક વિડીયો બનાવીને છાત્રોને વિવિધ વિષયો ભણાવવાના પ્રોજેકટમાં સ્વેચ્છાએ ર૦૦ થી વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણ સમિતિનાં ઓનલાઇન શિક્ષણનાં પ્રોજેકટમાં તેમના યુ ટયુબ પેઇઝ સાથે ૨૦૧૯૪ છાત્રો જોડાયા છે. જેમાં છાત્રોને વિવિધ ગૃહ કાર્ય સાથે શૈક્ષણિક વિડીયો શેર કરીને અત્યારે છાત્રોને શિક્ષકો ઓનલાઇન ભણાવી રહ્યા છે.

લોકડાઉનના પગલે માસ પ્રમોશન મળતા નવા એડમીશન માટે શિક્ષણ સમિતિની ઓનલાઇન એડમીશન પ્રક્રિયા પ્રોજેકટમાં ૧૦૦  જેટલા છાત્રોને ધો. ૧ થી ૮માં એડમીશન મેળવી લીધા છે. શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે અબતક સાથેની વાતચીતમાં જણાવેલ કે હાલ કોરોના કંટ્રોલની કામગીરી ચાલતી હોવાથી શિક્ષકો તેમાં કાર્યરત હોય ને તથા ઓનલાઇન શિક્ષણ પ્રોજેકટ નવા સત્રના એડમીશનની ઓનલાઇન પ્રક્રિયા ચાલુ છે. શિક્ષકો સમિતિનાં માર્ગદર્શન તળે સુંદર કાર્ય કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.