Abtak Media Google News

અતિભ્રષ્ટતા સામેના યુઘ્ધમાં હારેલા રાજપુરૂષો અને રાજકર્તાઓ પાસે ટોલ્સ્ટોયઆશ્રીમ જેવા આશ્રમો અને ઉમતા વિદ્યાપીઠો છે ખરાં?

ખરેખર તો ગરીબદરિદ્રી છે કે જેની પાસે ધન સિવાય બીજું કાંઇ નથી!

‘સા વિદ્યા યા વિમુકતયે’ મુકિત આપે તે જ  વિદ્યા – એ વિદ્યાની એક અગત્યની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા જે પ્રાચીન યુગમાં ઘડાઇ તે યુગમાં રાજય તરફથી અનુદાન, ગ્રાંડ આપવાની પ્રથાનો ઉદય થયો ન હતો. કોઇ- કોઇ રાજાઓ આશ્રમોને આર્થિક સહાય આપતા, પણ તે મનસ્વી રીતે, રાજા તરફથી મળતી સહાય માટે કોઇ નિયમોનું પાલન આશ્રમોએ કરવાનું ન હતું.

કોઇ પણ રાજાએ આશ્રમો માટે પાઠયપુસ્તકો લખાવ્યાં ન હતાં, અભ્યાસક્રમો તૈયાર કર્યા ન હતા, આશ્રમોમાં થતી કર્મચારીઓની નિમણુંકો પર અને વિઘાર્થીઓને અપાતા પ્રવેશો પર રાજાઓ તરફથી કોઇ કહેતાં કોઇ જ નિયમન લાદવામાં આવ્યાં ન હતા. એ પ્રાચીન આશ્રમો સાચા અર્થમાં મુકત હતા. યાજ્ઞવલ્કય, સત્યકામ  જાબાલ, સુદામો, શ્રીકૃષ્ણ વગેરેએ આશ્રમોની નીપજ હતા.

ભારતમાં મિશનરી શિક્ષણ સંસ્થાઓ ઉદય પામી અને યુરોપીય લોકો સત્તાધીશો બન્યા તે પછી ગ્રાંટની પઘ્ધતિ અમલમાં આવી, પરંતુ ત્યારે પણ સત્તાધીશોનું કાર્ય ગ્રાંટ આપવા પૂરતું અમર્યાદિત હતુ. પછીથી મેકોલેની શિક્ષણપઘ્ધતિની સાથે અભ્યાસક્રમ સરકાર નકકી કરવા લાગી અને કમસે કમ, ભાષાના પાઠયપુસ્તકો સરકારી શિક્ષણખાતું તૈયાર કરવા લાગ્યું.

અંગ્રેજસરકારની ગ્રાંટની નીતિમાં પરિવર્તન આવવાનું કારણ એ હતું કે, દેશી લોકો મંડળીઓ રચીને શિક્ષણ સંસ્થાઓ શરુ કરવા લાગ્યા હતા તેમ જ કેટલાક લોકો વ્યકિતગત ધોરણી, પોતાની માલીકીની, પ્રોપ્રાઇટરી, શિક્ષણ સંસ્થાઓ ઉભી કરવા પણ લાગ્યા હતા. જુદા જુદા પ્રાંતોની બ્રિટીશ સરકારોએ ગ્રાંટને લગતા પોતાના નિયમો ઘડયા હતા અને શિક્ષણ સંસ્થાઓને એ નિયમો બંધનકર્તા હતા.

આમ છતાં એ નિયમોમાં બંધનો ઘણાં ઓછાં હતા. કોઇ વ્યકિતએ કે મંડળે માઘ્યમિક શાળા શરુ કરવી હોય તો શિક્ષણાધિકારી – એ કાળે શિક્ષણસંસ્થાઓ ઓછી હોઇને, જીલ્લાવાર શિક્ષણાધિકારીઓ ન હતા – ને અરજી કરી, એ અધિકારીની મંજૂરીથી નવી માઘ્યમિક શાળા તરત ખોલી શકાતી.એ મંજુરી મળ્યા પછી બધા કર્મચારીઓની નિમણુંક કરવાની પૂરી જવાબદારી એ પછી શાળાનો આરંભ કરનાર વ્યકિત કે મંડળ પર રહેતી. શાળામાં ચલાવવાનાં પાઠયપુસ્તકોની પસંદગી મોટે ભાગે શાળાના આચાર્યો અને શિક્ષકો કરતા શાળા-માલિકો, પ્રોપ્રાઇટરો કોઇવાર પુસ્તક  પસંદગીમાં પોતાનો આગ્રહ રાખતા.

આ સ્વાતંત્ર્યનો ગેરલાભ પણ લેવાતો અને તે મોટે ભાગે પ્રોપ્રાઇટરોને હાથે તેમ જ જામીને સઘ્ધર થઇ ગયેલી શિક્ષણ – સોસાયટીઓને હાથે, શિક્ષકોની લાયકાતો માટે, એમની નિમણુંકો માટે કોઇ નિયમો કે અંકુશો  નહી કોઇ, વિવિધ રીતે શિક્ષકોનું શોષણ થતું, એમને નોકરીમાંથી ગમે ત્યારે છુટા કરવામાં આવતા. શાળાએ-શાળામાં પગારધોરણો જુદા હતાં. પેન્શન તો શું, કેટલીક શાળાઓમાં પ્રોવિડંટ ફંડની યોજના પણ અમલમાં ન હતી.

આ ગેરરીતીઓનો ભોગ બનનાર શિક્ષકો આંદોલનનો રાહ લે એ સ્વાભાવિક છે. એ સમયના મુંબઇ ઇલાકામાં સૌરાષ્ટ્રમાં રજવાડાંઓની જુદી જુદી વ્યવસ્થા હતી. આંદોલને જોશ પકડયું અને આઝાદી પૂર્વસંઘ્યાએ ઘાટે પરુળેકર નામના બે શિક્ષણશાસ્ત્રીઓની સમિતિએ જે અહેવાલ આપ્યો તેમાં શિક્ષકોની સલામતીનું પ્રથમ જોરદાર પગલું ભરાયું. પછી, મુંબઇ રાજયના શિક્ષણમંત્રી શ્રી દિનકરરાવ દેસાઇએ પ્રોપ્રાઇટરી શાળાઓ પર અંકુશો લાદ્યા, સૌરાષ્ટ્રનાં રજવાડાંઓ બધાી એક થયાં.

સૌરાષ્ટ્રનું રાજય ૧૯૪૭ ના અંત અને ૧૯૪૮ ના આરંભ આસપાસ અસ્તિત્વમાં આવ્યું અને ઘરઆંગણે સૌરાષ્ટ્રમાં પણ શિક્ષણક્ષેત્રમાં પરિવર્તન થવા લાગ્યું. બાળમંદીરોને પણ સૌરાષ્ટ્ર રાજયમાં ગ્રાંટનો લાભ અપાતો હતો તે નોંધવું જોઇએ. પરંતુ સૌરાષ્ટ્રનું રાજય લાંબુ ચાલ્યું નહીં. ૧૯૫૬માં મહાદ્રિભાષી  મુંબઇ રાજય અસ્તિત્વમાં આવ્યું અને ૧૯૬૦ માં મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્વતંત્ર રાજયો અસ્તિત્વમાં આવ્યાં.

રાજકારણની અસરો શિક્ષણને અભડાવે છે અને શિક્ષણની ગુણવતાની સુધારણાને ગૌણ બનાવી દે છે. રાજય માઘ્યમિક શિક્ષણ બોર્ડની રચના, માઘ્યમિક શિક્ષણને લગતો કાયદો, ક્ધયાકેળવણી ‘મફત’માઘ્યમિક શિક્ષણ ‘મફત’શિક્ષકોને અને કોલેજોના અઘ્યાપકોને પગાર આપવાની રાજયે સંભાળેલી જવાબદારી, પાઠયપુસ્તકોનું રાષ્ટ્રીયકરણ આમાંથી એક પણ પગલું શિક્ષણના હિતને લક્ષમાં રાખીને ભરવામાં આવેલું નથી.

શિક્ષકો અને અઘ્યાપકોને નિમણુંકો આપવાની શિક્ષણસંસ્થાઓને સ્વતંત્રતા નથી. પાછલાં દસબાર વર્ષોથી નિમણુંકોને સ્થગિત કરી દેવાયાં શિક્ષણનું કર્યુ હિત સઘાયું હશે? નામના પગારે વિદ્યાસહાયકો, શિક્ષણ-સહાયકો કે અઘ્યાપન- સહાયકોની નિમણુંકો પાછળ શિક્ષણનું કર્યુ હિત સધાયું હશે? અઘ્યાપક શિક્ષક નિવૃત થાય તે સાથે જ નવી નિમણુંક થાય તે શિક્ષણના હિતમાં છુે. દુભાગ્યે આજે તેમ બનતું નથી. વેગડી વિયાય ત્યાં સુધી નવી નિમણુંક થતી નથી. અને તેનો ભોગ વિદ્યાર્થીઓનું શિક્ષણ બને છે.

વળી, ખાલી પડેલી જગ્યા યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષક કે અઘ્યાપકથી ભરવાની નથી, પણ પાંચ વર્ષ નોકરી કરવી વ્યકિતથી જ, અનુસુચિત જાતિની વ્યકિતથી જ, અનુસુચિત જનજાતિની વ્યકિતથી જ, વિકલાંગથી જ કે એવી બીજી કોઇ મર્યાદાવાળી વ્યકિતથી જ ભરવાની   અરજદારનું વિષયપ્રભુત્વ, એનું ભાષાપ્રભુત્વ, સહશૈક્ષણિક પ્રવૃતિઓ માટેની એની લાગકાત  એનું વ્યકિતત્વ… કશું જ જોવાતું કે લક્ષમાં નથી.

શ્રી જયંત આચાર્યરી રંગીલાદાસ વારિયા, શ્રી વિનોદ અંતાણી, રી સુભદ્રાબહેન, શ્રી હરિલાલ  માંકડ, શ્રી ચંદ્રવદન શાહ, શ્રી ચંદુભાઇ શુકલ, શ્રી સ્નેહરશ્મિ હરભાઇ, શ્રી પુષ્પાબેન મહેતા, શ્રી સુધાબહેન ખંઢેરીયા, કોઇને અરજી કરવાની પણ તક નહીં રસિકલાલ પરીખ જેવા ચિત્રકાર ‘આઉટ’ મધુસુદન વૈદ્ય જેવો ગણિતનો નિષ્ણાત આઉટ મુંબઇની ફેલોશિપ સ્કુલના શ્રી શુકલ આઉટ શ્રી માણેકલાલ ઠાકર, આઉટ શ્રી ગુલાબભાઇ જાની આઉટ

અને શિક્ષક પસંદ કરવા માટેની કસોટી માત્ર એક વિવિધ પરિક્ષાઓમાં એેણે મેળવેલા ગુણનો સરવાળો, ગયે વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનેલો એક કિસ્સો છાપે ચડયો હતો. એક પરીક્ષાર્થીએ એક ઉત્તરવહીમાં માત્ર બે જ પ્રશ્ર્નોના ઉતરો લખ્યા હતા તેને યુનિવસિર્ટીએ ઉતીર્ણ જાહેર કર્યો હતો. કદાચ એને પ્રથમ વર્ગમાં પણ ઉતીર્ણ જાહેર કરાયો હોય !

ઉમરગામ, આહવા, ચાણસ્મા, ઘોઘા, લખપત અને માધવપુરમાં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રાથમીક કક્ષાએ પણ સમાન અભ્યાસક્રમહોય એની પાછળ શૈક્ષણિક દ્રષ્ટિનો પૂરો અભાવ છે. માઘ્યમિક કક્ષાએ એક જમાનામાં અભ્યાસ-વિષયોમાં વિકલ્પો ટેકનીકલ, વાણિજય, ગૃહવિજ્ઞાન વગેરે હતા તેમને દૂર કરી બધાં વિઘાર્થીઓ પર ઠોકી બેસાડવામાં આવેલો એક જ અભ્યાસક્રમ દ્રષ્ટિહીનતા સૂચવે છે.

એ અભ્યાસક્રમ અને એના પર આધારીત પાઠયપુસ્તકો કેવળ પરીક્ષાલક્ષી છે. ગુજરાત રાજયની માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક પરીક્ષાઓના અભ્યાસક્રમની અને પરીક્ષાઓની તુલના ઇંગ્લેન્ડ અમેરિકાના સમાન અભ્યાસક્રમની અને ત્યાંની સમાન પરીક્ષાઓની સાથે કરી શકાય તેમ નથી. અંગ્રેજી માઘ્યમની સ્કુલો ખોલવાથી શિક્ષણનો કે વિઘાર્થીઓનો ઉઘ્ધાર થવાનો નથી. અભયાસક્રમમાં, પરીક્ષાઓમાં અને પરીક્ષાપઘ્ધતિમાં ઘરમૂળથી ફેરફાર કરવાની જરુર છે. કોઇક શાળાનો એક શિક્ષક બોર્ડની પરીક્ષામાં પ્રાશ્નિક, મોડરેટર કે પરીક્ષક બની શકે તો તે પોતાની શાળાના વિઘાર્થીઓની પરીક્ષા શા માટે ના લઇ શકે?

અનુદાન શિક્ષણ સંસ્થાઓનો અધિકાર છે. એ કંઇ સરકારની કૃપાની બાબત નથી. કરવેરાઓ દ્વારા પ્રજા પાસેથી ઉઘરાવેલા નાણાને પ્રજાકીય સંસ્થાઓને આપવાં એ સરકારની ફરજ છે. પાછલા કેટલાક વર્ષોથી પગારોમાં કરવામાં આવેલ મબલખ વધારાને કારણે સરકાર અનુદાન આપવામાંથી છટકી સ્વનિર્ભર શાળાઓ અને કોલેજોને ઉત્તેજન આપે છે. આ સ્વનિર્ભર શિક્ષણ સંસ્થાઓ પુરુ સ્વાતંત્ર્ય ભોગવે છે.

બોર્ડ વડે લેવાતી જાહેર પરીક્ષાઓમાં પુસ્તકો ખુલ્લાં રાખી પરીક્ષાથી પરીક્ષા આપી શકે તેવી જાહેરાત અને થોડા જ દિવસ પછી, બોર્ડના અઘ્યક્ષે ભરેલા પારોઠના પગલા માઘ્યમિક શિક્ષણ બોર્ડ કેટલું સરકારધીન છે તે દર્શાવે છે. થોડા સમય પહેલાં શ્રી વિનોબાને ટાંકી આ લેખકે જણાવ્યું હતું કે જે અ-સરકારી તે જ અસહકાર, અભ્યાસક્રમમાં, પાઠયપુસ્તકોની પસંદગીમાં, શિક્ષકો અને કર્મચારીઓની નિમણુંકોમાં, પરીક્ષામાં… દરેક બાબતમાં શાળાનું પુરુ સ્વાતંત્ર્ય હોવું જરુરી છે. શિક્ષણના સ્વાતંત્ર્ય વિના રાજકીય સ્વાતંત્ર્ય પર ખતરો છે.

મહારાષ્ટ્રમાં શાલેય અભ્યાસક્રમ અને શાલેય પાઠયપુસ્તકો શિવાજી અને મરાઠાયુગ પર જ ભાર મૂકે છે. કેરળ- બંગાળમાં પાઠયપુસ્તકોમાં ગાંધીજીની છબી જોવા નથી મળતી, પણ રશિયા-ચીનના સામ્યવાદી નેતાઓના ચિત્રો  તેમાં જોવા મળે છે. કવિવર રીવન્દ્રનાથીના સુંદર ‘સહજ પાઠ’ને બંગાળની સામ્યવાદી સરકારે હડસેલો મારી દઇ સામ્યવાદી વિચારસરણી પીરસતા બંગાળી પાઠયપુસ્તકો દાખલ કર્યા છે.

આવી પક્ષીય વિચારસરણીના ઝેર ભર્યા અને વિકૃત માનસને પેદા કરતાં પાઠયપુસ્તકો કે એ સંકુચિત વિચારણાના વિષ પર ઊછરુેલી પ્રજા ઓરિસ્સામાં કંધમાલની ઘટનાઓને, કર્ણાટકમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પર અને એમના ધર્મસ્થાનો પર હુમલાઓને અને ઘરઆંગણે ગુજરાતમાં વિધર્મીઓ વિશે ઝેર ભરી માન્યતાને પોષણ આપે છે. રાજયનિર્મિત અભ્યાસક્રમ અને રાજયનિર્મિત પાઠયપુસ્તકો ઇન્ડોકિટ્રનેશનનું જે કાર્ય કરે છે. તે આપણી પ્રાચીન આશ્રમ પરંપરાથી સંપૂર્ણપણે વિરોધનું છે.

આપણી ભાવિ પ્રજાને આવા વાદવિષ થી બચાવવી હોય તો શિક્ષણ સત્વરે સરકારના અંકુશોમાંથસ સઁપૂર્ણપણે મુકત થાય તે જરુરનું છે.ભારતને વિશ્વગુરુ બનાવવાની વડાપ્રધાને દર્શાવેલી તમન્ના ભારતની સવા અબજ જેટલી પ્રજા માટે શુભ સંકેત છે. એમાં વળી આગામી પાંચ વર્ષની સમય મર્યાદા નિશ્ચિત કરી આપીને વડાપ્રધાને કમસેકમ ભારત વર્ષા ‘સતયુગ’નો સુરજ ઉગાડી આપવાનો સંકેત આપ્યો છે.

અહીં એવો સવાલ જાગે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ દેશમાં સવા અબજ દેશવાસીઓ માટે આટલું મોટું, એટલે કે આ દેશમાં સ્વર્ગ ઉતારી આપવાનું પરિવર્તન કંઇ રીતે લાવશે?સમ્રાટ અશોકે ચક્રવર્તી રાજા બનીને તેમનું તમામ સમૃઘ્ધિ સંપતિ સાથેનું ઇન્દ્રસમું રાજ ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યાગી દઇને ‘બુઘ્ધ શરણ ગચ્છામિ, ધમ્યં શરણમ ગચ્છામિ’ના મહામંત્ર સાથે મહા ભિનિષ્ક્રમણ કર્યુ હતું તે સમયે આ દેશ ‘વિશ્વગુરુ’બનયો હશે અને આ દેશમાં સુવર્ણયુગ પ્રવત્યો હશે, અને એ પછી તો રામરાજય કેટલું છેટે રહ્યું હશે?…

આગામી પાંચ વર્ષમાં આટલું મોટું પરિવર્તન આ દેશની પ્રજા નિહાળી શકશે, જેમાં આ દેશની ૬૫ કરોડ જેટલી ગરીબાઇમાં રીબાતી ને રોટલાના ટુકડા માટે ટટળતી પ્રજાનો સમાવેશ થઇ જશે, કારણ કે જે દેશ વિશ્ર્વગુરુ બન એ દેશમાં ગરીબાઇ બે પાંચ મહિનાય ટકી શકે નહિ?

અહીં એવો સવાલ પણ જાગે છે કે, આવું પરિવર્તન નખશીખ પ્રમાણિક, પવિત્ર અને પ્રબુઘ્ધ શિક્ષકો સિવાય ન જ સંભવે તપસ્વી ઋષિમુનિઓ સિવાય કેમ સંભવે? મતિભ્રષ્ટતા સામેનું યુઘ્ધ જીતી લીધું હોય એવા યુઘ્ધ વિજેતાઓ સિવાય કયાંથી શકય બને? વડાપ્રધાન આવી બધી તૈયારીઓ કરવી ઘટે અને એવા વિશુઘ્ધ સાથીઓ શોધવા ઘટેએમને એમની તમન્ના પૂરી કરવા માટે આખો દેશ એમની પડખે ઊભો રહે એમ કોણ નહિ ઇચ્છે?આજના રાજકારણીઓ ચુંટાગેોા કે બિન ચુંટાયેલાઓનું એ ગજું નથી એમ સખેદ કહેવું પડે છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.