Abtak Media Google News

પ્રથમ ત્રિમાસિક નફો ૭૩૪૦ કરોડ રૂપિયા: આવક ૧૬ ટકાના વધારાની સાથે ૩૪૨૬૧ કરોડે પહોંચી

ટાટા ક્ધસલટેંસી સર્વિસીઝ ટીસીએસનો નફો ધાર્યા કરતા વધુ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ નો પ્રથમ ત્રિમાસિક નફો ૭૩૪૦ કરોડ રૂપિયા થયો છે. જયારે કંપનીની કુલ આવક ૩૪,૨૬૧ કરોડ રૂપિયાએ પહોંચી છે. દર વર્ષની ગણતરીએ નફામાં ર૪ ટકાનો અને આવકમાં ૧૫.૮ ટકાનો વધારો નોંધાયો છે. ટીસીએસના ધમાકેદાર પ્રદર્શનથી રોકાણકારોએ મોટી રાહત મળી છે.

ગયા વર્ષે એપ્રીલ-જુન ત્રિમાસિકમાં નફો ૫૯૪૫ કરોડ અને આવક ૨૯,૫૮૪ કરોડ રૂપિયા સુધી રહી હતી ટીસીએસે ૪ રૂપિયા પ્રતિશેર્ર ડીવીડન્ડ આપવાનું એલાન કર્યુ છે. કંપનીના સીઇઓ અને એમડી રાજેશ ગોપીનાશને કહ્યું કે, ટીસીએસે નવા નાણાકિય વર્ષની સારી શરુઆત કરી તમામ ક્ષેત્રે વૃઘ્ધી હાંસલ કરી છે બેન્કીંગ વર્ટિકલમાં પણ ઘણો સુધારો થયો છે.

આ સાથે ટીસીએસ ના નિર્દેશક મંડળે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના શેરોના બાયબેકને મંજુરી આપી છે. કં૫ની તેના પ્લાન મુજબ ૭.૬ કરોડ શેર્સ ખરીદશે જેનો ભાવ પ્રતિશેર ૨૧૦૦ રૂપિયા રહેશે. આ વર્ષમાં બીજીવાર આ પ્રકારે નિર્ણય ટીસીએસે લીધો છે.જણાવી દઇએ કે ટીસીએસે ૭૩૪૦ કરોડ રૂપિયાનો નફો કમાતા રોકાણકારોને પણ રાહત મળશે. ટીસીએસે અગાઉ ૧૯ એપ્રીલને ગુરુવારના રોજ તેના પરિણામો જાહેર કર્યા હતા.

પરિણામો બાદના બે દિવસમાં તેના શેરમાં તેજી આવી અને ર૩ એપ્રીલના રોજ કંપનીની માર્કેટ કેપ ૬.૬૦લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ હતી.ટીસીએસના શેર ૨૦૧૮માં અત્યાર સુધી રોકાણકારોને લગભગ ૪૦ ટકા સુધીનું રીટર્ન આપી ચુકયા છે. ૨૯ ડીસેમ્બર, ૨૦૧૭ ના શેરની  કિંમત ૧૩૫૦૨ હતી જે હવે ૧૮૭૭ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. એકસપોર્ટથી જોડાયેલો કારોબાર હોવાથી ટીસીએસ ને રૂપિયામાં કડાકાથી ઘણો ફાયદો થયો છે. સેન્સેસમાં સામેલ કંપનીઓની સરખામણીએ આ વર્ષમાં ટીસીએસનું પ્રદર્શન સૌથી વધુ સારુ રહ્યું છે. દેશમાં ટીસીએસ સાત લાખ કરોડથી વધુ માર્કેટ વેલ્યુ વાળી એક માત્ર કંપની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.