Abtak Media Google News

રાજપર ગામના ચાર શખ્સોએ કારમાં મારકુટ કરી ધમકી આપ્યાનો ગુનો નોંધાયો

ભાવનગરના ધોળા ગામે પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેરને ટી.સી. કનેકેશન ન બદલી આપયાનો ખાર રાખી રાજપર ગામ પાસે ચાર શખ્સોએ કારને આંતરી અપહરણ કરી ગયા બાદ ઢિકાપાટુનો મારમારી ધમકી આપ્યા અંગેના સિહોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

બનાવ અંગે ભાવનગરના પ્રેસ કર્વાટર પાસે બજરંગ સોસાયટીમાં રહેતા પીજીવીસીએલના ધોળા ગામે નાયબ ઇજનેર તરીકે કામ કરતા દિનેશકુમાર રામસંગ તાવીપાડ (ઉ.વ.૩૬)એ સિંહોર પોલીસ સ્ટેશનમાં ઉમરાળાના રતનપર ગામે રહેતા અમરદિપસિંહ ઉર્ફે ગોપી ગોહિલ, વિશ્ર્વરાજસિંહ વિજયસિંહ ગોહીલ, મેઘરાજસિંહ નટરવસિંહ ગોહીલ, હિમાંશુગીરી રમેશગીરી ગોાસઇ સામે અપહરણ કરી મારમાર્યો અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇ.પી.સ. ૩૬૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦ (બી) એટોસીટી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગત તા.૦૭ સાંજે નાયબ ઇજનેર દિનેશકુમાર તાવીપાડ પોતાની સ્વીફટ કાર લઇ ધોળાથી ભાવનગર જતા હતા. ત્યારે રાજપર ગામ રોડ પર બે અજાણી વ્યક્તિએ અમારે ભાવનગર આવવું છે કહી ફોર વ્હીલમાં બેસી ગયા હતા. સામપાર ગામના પાટીયા પાસે પહોંચતા અન્ય બે શખ્સ મળી કુલ ચારેય શખ્સોએ નાયબ ઇજનેરનુ અપહરણ કરી ‘તુ કેમ ટી.સી બદલી આપતો નથી’ કહી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સિંહોર પોલીસને જાણ થતા નેસડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભોગ બનનાર નાયબ ઇજનેર છેડાવી ચારેય આરોપીઓને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે સિંહોરના નાયબ પોલીસ અધિક્ષક અબ્દુલ રફીક મહંમદે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.