Abtak Media Google News

પશ્ર્ચિમ છેડેથી શરકરાયેલી મશાલયાત્રા અમદાવાદ થઈ નવી દિલ્હી પહોંચશે

 

૧૯૫૬માં સ્થપાયેલ ઈન્ડીયન મેડિકલ કાઉન્સીલની કેન્દ્ર સરકાર દ્વારા તજવીજ ચાલી રહેલ હોય તેનો ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના સભ્યો દ્વારા દેશભરમાં જબરદસ્ત વિરોધ વંટોળ ચાલી રહ્યો છે. જેના અનુસંધાને દેશના પશ્ર્ચિમી છેવાડાના દેવભૂમિ દ્વારકાના ડોકટર્સની ટીમે ચારે દિશા પૈકી પશ્ર્ચિમ દિશાથી કેન્દ્ર સરકારના નિર્ણય વિરુઘ્ધ મશાલ યાત્રા કાઢી વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકાના ડોકટર્સની ટીમ દ્વારા જણાવાયેલ માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાને નાબુદ કરી ગેરલોકશાહીઢબે સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્ર સિવાયના અન્ય લોકોને મેડિકલ કમિશનના નવા નામ સાથે અધિકારીઓને ઠોકી બેસાડવાનો કારસો ઘડી કાઢવામાં આવ્યો હોય અને તેના દેશભરના મેડિકલ એસોસીએશનના સભ્યોની સાથોસાથ સંસદમાં વ્યાપક વિરોધ થવાની ભીતિ હોય સરકાર દ્વારા સંસદમાં રજુ કરવાને બદલે સંસદીય સમિતિને આપી દેવાયો હોય તેમજ સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્ર બહારના અને અણઆવડત ધરાવતા ૨૦-૨૫ વ્યકિતઓને રાષ્ટ્રીય મેડિકલ બીલના ‚પકડા નામ સાથે ઠોકી બેસાડી લગભગ ૬૨ વર્ષ જુના ઈન્ડીયન મેડિકલ કાઉન્સીલ કે જે આધુનિક તબીબી પ્રેકટીસ અને ભારતમાં મેડિકલ શિક્ષણની ગુણવતાનું રજીસ્ટ્રેશન અને નિયમન માટે આદેશાત્મક કાર્ય કરે છે એ એલોપેથીક ડોકટર્સના વિશાળ સંગઠનને નાબુદ કરી દેવાની તજવીજ સામે દેશભરના મેડિકલ કાઉન્સીલના ડોકટર્સના વિરોધમાં જોડાતા દેશની દરેક દિશામાંથી ડોકટર્સની ટીમ દ્વારા વિરોધ સાથે મશાલયાત્રા કાઢવામાં આવી રહેલ હોય ભારતના પશ્ર્ચિમી છેવાડાના દ્વારકા ગામેથી ડોકટર્સની ટીમે દ્વારકાધીશના આશીર્વાદ મેળવી પશ્ર્ચિમ ક્ષેત્રની મશાલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

જે રાજયના વિવિધ શહેરોમાં ફરી અમદાવાદ ખાતે પહોંચી ત્યારબાદ દેશના દરેક ખૂણેથી પહોંચતા ડોકટર્સની ટીમની મશાલ યાત્રાઓ સાથે નવી દિલ્હી ખાતે પહોંચી વિશાળ સંખ્યામાંડોકટર્સની ટીમ દ્વારા વિરોધ કરી સરકારની આંખ ઉધાડવા તથા અન્યાયપૂર્ણ નિર્ણયને પાછો ખેંચી લેવા દબાણ સાથે વિરોધ કરવામાં આવનાર છે. દેવભૂમિ દ્વારકાના ડો.મહેન્દ્ર દેસાઈ, ડો.સૈયન્ન, ડો.યોગેન્દ્ર મોદી, ડો.પ્રકાશ સીંગ, ડો.હમીર માડમ, ડો.બચ્છા, ડો.બી.એમ.પટેલ, ડો.પરમાર, ડો.બથીયા, ડો.બારાઈ, ડો.ચાવડા સહિત બહોળી સંખ્યામાં ડોકટર્સ આ મશાલ યાત્રામાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.