Abtak Media Google News

ટેકસની ટાર્ગેટ હજી ૫૫ કરોડ છેટો: એક વર્ષમાં રાજકોટમાં છુટયા ૬૧,૪૧૭ વાહનો

રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચને ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.૬૧,૪૧૭  કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આજે ટેકસની આવકનો આંક ૨૦૦ કરોડને પાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ વાહન વેરાએ પણ મનપાની તિજોરી છલકાવી દીધી છે.

ટેકસ બ્રાંચના સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં ટેકસ બ્રાંચને રૂ.૨૫૫ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. રીવાઈઝડ બજેટમાં આ ટાર્ગેટ વધારી  કરોડ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી ટેકસની હાર્ડ રીકવરી અંતર્ગત આજે બપોરે ટેકસની આવકનો આંક ૨૦૦ કરોડને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ ૨,૪૬,૨૦૦ કરદાતાઓએ વેરો ભરપાઈ કરી દીધો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગઈકાલ સુધીમાં વાહનવેરા પેટે પણ મહાપાલિકાને રૂ.૨૫૫ કરોડથી વધુની આવક થવા પામી છે. ૧ એપ્રિલ ૨૦૧૭ થી ૧૨ માર્ચ ૨૦૧૮ સુધીના સમયગાળામાં શહેરમાં પેટ્રોલ સંચાલિત ૪૮,૯૬૬ ટુ-વ્હીલર, સીએનજીથી ચાલતા ૧૨૧૨ થ્રી વ્હીલર, ડિઝલથી ચાલતા ૧૩૨ થ્રી વ્હીલર, પેટ્રોલથી ચાલતા ૩૧ થ્રી વ્હીલર, સીએનજીથી ચાલતા ૧૨૧ ફોર વ્હીલર, ડિઝલથી ચાલતી ૪૦૨૩ કાર, પેટ્રોલથી ચાલતી ૬૨૨૮ કાર, સીએનજીથી ચાલતા બે અન્ય વાહન, ડિઝલથી ચાલતા ૫૯૨ અન્ય વાહન, પેટ્રોલથી ચાલતા ૧૧ અન્ય વાહન, ડિઝલથી ચાલતા ૮૧ સિકસ વ્હીલર, પેટ્રોલથી ચાલતું ૧ સિકસ વ્હીલર અને ડિઝલથી ચાલતા ૩૦ અન્ય વાહનો સહિત કુલ ૬૧,૪૨૭ વાહનોનું વેંચાણ થયું છે.

જેના થકી વાહનવેરા પેટે મનપાને રૂ.૯ કરોડથી પણ વધુની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.