Abtak Media Google News

વેરા વસુલાત શાખા દ્રારા વોર્ડ નં ૪,૫,૬, ના કુવાડવા રોડ, સંતકબીર રોડ વિસ્તારમાં ટેક્સ રીકવરીની કામગીરી : કુલ ૧૩ મિલ્ક્તો માથી ૫ મિલ્ક્તો સીલ તથા ૫.૫૦ લાખ ની વસુલાત

વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.- ૫ ના નવીનભાઈ ધ્રાંગધરીયા-ન્યુ શક્તિ સોસા બાકી રકમ સીલીંગ કાર્યવાહી કરતા કુલ ૫૦,૦૦૦ નો ચેક આપેલ છે.

વોર્ડ નં -૬ માં એમ વી મડીય જય અંબે ઉઘોગનગર બાકી રકમ ની સીલીંગ ની કાર્યવાહી કરતા – કુલ ૧,૧૮૦૦૦ ની વસ્લાત આવેલ છે.

વોર્ડ નં-૪ માં રમણીકભાઈ જાઝલ-લાતી પ્લોટ બાકી રકમ રૂ ૫૬૨૭૦ ની બાકી રકમ વસુલાત માટે  સીલ કરેલ છે.

વોર્ડ નં -૪ માં આવેલ રામક્રુપા કોમ્પ્લેક્સ – મોરબી રોડ ની કુલ -૪ મિલ્ક્તો ની બાકી રકમ રૂ ૩,૮૮,૦૦૦માં વસુલાત ની કાર્યવાહી કરતા ચાર મિલ્ક્તો સીલ કરેલ છે. તથા અન્ય કુલ ૬ મિલ્ક્તો માં સીલીંગ ની કાર્યવાહી કરતા રૂ ૪.૦૦ લાખની વસુલાત આવેલ છે.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજરશ્રી (પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રીઓ ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, શ્રી કુંદન પંડ્યા, બકુલ ભટ્ટ, પરેશ જોશી,  દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.