Abtak Media Google News

સી.એ. બ્રાંચે જીએસટી માર્ગદર્શન માટે યોજયો એક દિવસીય સેમિનાર

જીએસટી કાયદા માટે વારંવાર શિક્ષિત થવું એ કરવેરા નિષ્ણાંતો માટે પણ જરુરી બન્યું છે તેમ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડીયા રાજકોટ  બ્રાંચ દ્વારા જીએસટી અંગે યોજાયેલા એક દિવસીય માર્ગદર્શન કાર્યક્રમમાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

એક રાષ્ટ્ર એક પ્રણાલીથી જન્મેલ જીએસટી એક એવો કાયદો છે જેના નસીબમાં વારંવાર સુધારા આવ્યા અને મોટાભાગના સુધારા પ્રોસીજરમાં ફેરફાર કરવા માટે આવ્યા. આથી આ કાયદા માટે વારંવાર શિક્ષિત થવું એ કરવેરા નિષ્ણાંતો માટે પણ જરુરી બન્યું છે.

રાજકોટ સી.એ. બ્રાંચ સદાયે તેના સભ્યોને પ્રશિક્ષિત કરવા પ્રયાસો કરતી રહી છે. આ અંગે તા.રપ ના રોજ કોવિડ-૧૯ ને ઘ્યાનમાં રાખી સઁપૂર્ણ  પણે સોશ્યિલ ડીસ્ટન્સની માર્ગદર્શિકાને ઘ્યાનમાં રાખી સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રના સી.એ. સભ્યોના લાભ માટે એક દિવસીય જીએસટી સેમીનારનું ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ગીરીરાજ નગરના વિશાળ આધુનિક ભવનમાં કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિષ્ણાંતો  દ્વારા જીએસટીના મુદ્ાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સી.એ. નીતેશ જૈન એ જીએસટી કાયદા હેઠળ મુકિત સી.એ. પુનીત પ્રજાપતિએ જીએસટી અંતર્ગત ક્ધસ્ટ્રકશન ઉઘોગના મુદ્ાઓ તેમજ સી.એ. પૂર્વીન શાહે જીએસટી ઓથોરીટી સમક્ષ અપીલ જેવા મુદ્ાઓ ઉપર માર્ગદર્શન આપ્યું હતું.

Try

આ સેમીનારને સફળ બનાવવા માટે રાજકોટ સી.એ. બ્રાંચના ચેરમેન સી.એ. વિનય સાકરીયા, વાઇસ ચેરમેન તથા ડબલ્યુ આઇસીએએસએ ચેરમેન સી.એ. હાર્દિક વ્યાસ, ટ્રેઝરર સી.એ. ભાવિન દોશી, સેક્રેટરી સી.એ. જીજ્ઞેશ રાઠોડ તથા કમીટી મેમ્બર્સ, સી.એ. દિપ્તી સાવજણી, સી.એ. સંજય લાખાણીએ જહેમત ઉઠાવી હતી તેમજ બ્રાંચ નોમીની સી.એ. હિતેશ પોમલનું સર્વ શ્રેષ્ઠ યોગદાન રહ્યું હતું. અને તેમના સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક થયું હતુ.

વિવિધ મુદ્દે નિષ્ણાંતોએ આપ્યું માર્ગદર્શન

અમદાવાદના સીએ નીતેશ જૈને આ સેમીનારમાં જીએસટી કાયદા હેઠળ મૂકિત કોને કયાં સંજોગોમાં મળે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અમદાવાદના સીએ પુનિત પ્રજાપતિએ બાંધકામ ઉદ્યોગની જીએસટીને લગતી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સુરતનાં સીએ પૂર્વિન શાહે જીએસટી સતાતંત્ર સમક્ષ અપીલ અંગે વિસ્તૃત સમજણ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.