‘તેરેનાલ મે આવાગી.. સસુરાલ મે જાવાગી’ દેસી ગર્લ પ્રિયંકાના લગ્નપ્રસંગની જૂઓ રસપ્રદ તસ્વીરો…

136

જોધપૂર સ્થિત ઉમ્મેદ ભવન પેલેસમાં બંનેના ક્રિશ્ચિયન અને હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્ન કોઈને પણ મોબાઈલ લઇજવા ઉપર પ્રતિબંધ હતો. આ બંનેના લગ્ને લઈને સોશીયલ મીડિયા ઉપર ખુબજ ધમાલ મચી હતી. આ ઉપરાંત બંનેના આઉટફિટ ડ્રેસીસ ને લઈને પણ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી.

પ્રિયંકાએ હિંદુ રીતિ-રિવાજો અનુસાર થયેલા લગ્નમાં લાલ રંગના ચણિયા-ચોળી પહેર્યા હતા. આ ચણિયા-ચાળીમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. પ્રિયંકાએ પોતાના લુકને કમ્પલીટ કરવા માટે ગોલ્ડન ડાયમંડ જ્વેલરી પહેરી હતી. આ ચણિયા ચોળી સબ્યસાચીએ ડિઝાઈન કર્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તે અંગે જાણકારી આપી છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે- પ્રિયંકાના આ લાલ ચણિયા ચોળી હેન્ડ એમ્બ્રાઈડેડ છે. આ ચણીયા-ચાળી પર રેડ ક્રિસ્ટલ દોરાથી કારીગરી કરવામાં આવી છે. તેને બનાવવા માટે કોલકાતાના 110 કારીગરોએ કામ કર્યુ છે. આ ચણિયા ચોળી બનાવવામાં 3720 કલાકનો સમય લાગ્યો છે.

દુલ્હન બનેલી પ્રિયંકા ચોપડા આ લાલ ચણિયા ચોળીમાં એકદમ પરિ જેવી દેખાતી હતી. હાલમાં આ લાલ ચણિયા ચોળીને લઈને પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચી રહી છે.

Loading...