Abtak Media Google News

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૪ કેટેગરીમાં લોકોને આવાસ આપવા કે બનાવવા માટે કોર્પોરેશન મદદરૂપ થશે: મકાન બાંધવા અને હોમ લોનમાં વ્યાજ રાહત સહિતની યોજનાઓ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં એટલે કે ૨૦૨૨ સુધીમાં ઘર વિહોણા ૭૬૨૪૧ લોકોને ઘરનું ઘર મળી રહે તેવો લક્ષ્યાંક મહાપાલિકા દ્વારા રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ હેઠળ લાર્ભાીઓને મકાન બાંધવા ર્આકિ સહાય અને હોમ લોનમાં વ્યાજ માફી આપવામાં આવશે તેમ આજે પત્રકાર પરિષદમાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અલગ અલગ ચાર કેટેગરીનો સમાવેશ યો છે જેમાં સ્લમ રીહેબીલીટેશન એફોર્ડેબલ હાઉસીંગ ઈન પાર્ટનરશીપ, ક્રેડીટ લીંક સબસીડી, બેનીફીશીયલ લેન્ડ ઈન્ડીવ્યુઝઅલ હાઉસીંગ ક્ધટ્રકશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૩૦ ચો.મી. વિસ્તારમાં મકાન બાંધવા ઈચ્છતા અને વાર્ષિક ૩ લાખી ઓછી આવક ધરાવતા વ્યક્તિને ઘર બાંધવા માટે ૩.૫ લાખની સહાય આપવામાં આવશે.

જયારે ૬૦ ચો.મી. સુધીનું મકાનમાં હોમલોનમાં ૬.૫૦ ટકા રાહત અપાશે. ૯૦ ચો.મી. સુધીના મકાનમાં ૪ ટકા વ્યાજ સહાય, ૧૧૦ ચો.મી. સુધીના મકાનમાં ૩ ટકા વ્યાજ સહાય અને ૧૩૦ ચો.મી. સુધીના મકાનમાં ૨.૫૦ ટકાની વ્યાજ સહાય આપવામાં આવશે. બીએલસી યોજનાનો લાભ લેનારે વોર્ડ ઓફિસ ખાતે અરજી કરવાની રહેશે.

જયારે સીએલએસએસ યોજના માટે લાર્ભાીએ બેંકમાં અરજી કરવાની રહેશે. હાલ અલગ અલગ યોજના હેઠળ મકાન મેળવવા માટે શહેરમાં ૭૬૨૪૧ લોકોની ડિમાન્ડ આવી છે.

જે અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં ૨૫,૦૦૦ આવાસ બાંધવામાં આવશે. જયારે ૨૦૨૦-૨૧માં ૧૩,૦૦૦ અને ૨૦૨૧-૨૨માં ૧૩,૦૦૦ આવાસો બાંધવામાં આવશે. ૭૬૨૪૧ ડિમાન્ડ સામે ૫૧,૦૦૦ ડિમાન્ડ તો માત્ર સીએલએસએસ કેટેગરી માટે મળી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.