Abtak Media Google News

કોરોનાને રોકવા સામાજીક અંતર, માસ્ક પહેરવાના નિયમો નહીં પાળનારા દંડાયા

જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે જુદા જુદા સ્થળે દરોડા પાડી સોશ્યલ ડિસ્ટન્સ, સમયમર્યાદાનો ભંગ કરતા ૩૮ વેપારીઓને પકડી પાડ્યા હતાં જ્યારે ૧૨ શખ્સોને કારણ વગર આંટા મારતા પકડી લઈ પોલીસે ગુન્હો નોંધ્યો હતો. ઝડપાયેલા વેપારીઓમાં મોટાભાગના ચા-પાન, નાસ્તાના વિક્રેતાઓનો સમાવેશ થાય છે.

જામનગર શહેર તથા જિલ્લામાં અનલોક-૨ દરમ્યાન આપવામાં આવેલી અમૂક છૂટછાટ અંતર્ગત સવારના ૮ થી રાત્રીના ૮ વાગ્યા સુધી પોતાના વેપાર ધંધા ચાલુ રાખવા તંત્રએ મંજુરી આપી છે. જેમાં વેપારીઓને પાંચથી વધુ વ્યક્તિઓને એકઠા ન થવા તેમજ સોશ્યિલ ડીસ્ટન્સ વિગેરેનું પાલન કરાવવા જણાવવામાં આવ્યું છે. તેમ છતાં અમૂક વેપારીઓ તેનો ભંગ કરતા હોય પોલીસે કાર્યવાહી કરી હતી.

જેમાં નગરના ગુલાબનગર વિસ્તારમાં આશાપુરા નાસ્તા પોઈન્ટ નામની દુકાને ગઈકાલે બપોરે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય પોલીસે તેના સંચાલક સુરજ ભાગીરામ નેપાળી સામે ગુન્હો નોંધ્યો છે જ્યારે રણજીતનગરમાં જય આશાપુરા સાડી સેન્ટર નામની દુકાન ચલાવતા રાજેશ સતીષભાઈ આહુજા, આશાપુરા સર્કલમાં ચાની હોટલ ધરાવતા દીપક મનસુખભાઈ ગોહિલ, પાનની દુકાન ચલાવતા વિજય માલદેભાઈ ગોજીયા તથા ભંગારનો વાળો ધરાવતા હસમુખ હેમતભાઈ અંકલેશ્વરીયાએ સોશ્યલ ડીસ્ટન્સ ન રાખી ગ્રાહકો એકઠા કર્યા હતાં.

ખોડીયાર કોલોનીમાં પટેલ કોલડ્રીંક નામની દુકાન ચલાવતા હસમુખ નારણભાઈ રતનપરા, ગોકુલનગર રોડ પર ઉકાભાઈ જીવાભાઈ ચાવડાએ પોતાની ચાની દુકાનમાં, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે મહેશભાઈ નારણદાસ ઓડરાણીએ ફરસાણની દુકાન, સંદીપ દીલીપભાઈ ચાવડાએ નાસ્તાની રેકડીમાં, જી.જી. હોસ્પિટલ સામે વૈભવ કનકભાઈએ પોતાની ફરસાણની દુકાનમાં અનુપમ ટોકીઝ પાછળ કાદરીવેલ, ગોપાલભાઈ મદ્રાસીએ પોતાની દાળવડીની દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સ ન રાખતા એસઓજી ત્રાટકી હતી.

ગોકુલનગરમાં વિશાલ જગદીશભાઈ ચાંદ્રાએ પાન-મસાલાની દુકાનમાં, તૌફીકશા રફીકશા શાહમદારે પોતાના ભુંગળા-બટેટાના થેલા પર, દિગ્વિજય પ્લોટ ૫૮માં સુંદરભાઈ જુમોમલ તીરથાણીએ ચા તથા ઠંડા પીણાની દુકાનમાં જમ્મા મસ્જીદ પાસે મુતલીબ ગુલામ ધોલીયા પોતાની નાઈસ સિલેક્શન નામની દુકાનમાં, બર્ધન ચોકમાં નિશીત બીપિનભાઈ આસાણીએ પોતાની ઘુઘરાની દુકાન, ખોજાના ચકલામાં આમીર કાસમ ઓડીયાએ સંજરી પાન નામની દુકાનમાં, દિગ્વિજય પ્લોટમાં દીપક બાબુભાઈ ભદ્રાએ પાનની દુકાનમાં પવન ચક્કી પાસે કિશોર કારાભાઈ સતવારાએ ઘુઘરાના ઠેલા પર, અશોક વિનોદભાઈ મુંજાલે શિવ હોટલ નામની દુકાનમાં, સુભાષ ધીરજભાઈ ચાંદ્રાએ ખોડ-કપાસીયાની દુકાનમાં, દિનેશ ચંદુલાલ ચેતનાણીએ પાનની દુકાનમાં સામે કર્યાવાહી થઇ છે.

જી.જી. હોસ્પિટલ સામે શબ્બીર કારાભાઈ સંઘારે ચાની હોટલમાં, બેડીના નાકા કપીલ સુરેશભાઈ નાનાણીએ પાનની દુકાનમાં, નાગનાથ નાકા પાસે લુણાભાઈ આલાભાઈ ચારણે હોટલમાં, રસીક મગનભાઈ ગોંડલીયાએ સુરેશ ફરસાણમાં, રાજપાર્કમાં બાબુભાઈ સીંધાભાઈ ભરવાડે હોટલમાં, હોસ્પિટલ સામે મહેશ શૈલેષભાઈ ચાવડાએ ચાની હોટલમાં, લીમડા લાઈનમાં પરેશ દીપકભાઈ ગોવાણીએ, ટાઉનહોલ પાસે મયુરી ભજીયા નામની દુકાન ચલાવતા રાજેશ વલ્લભભાઈ પટેલે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવ્યો હતો.

દરેડમાં વિપુલ કાન્તિભાઈ ફલીયા, દિપેશગીરી હસમુખગીરી ગોસ્વામી, ભીખુભાઈ સામતભાઈ આહિર, મેહુલ કિશોરભાઈ પટેલ, એરપોર્ટ રોડ પર હર્સીત જેસાભાઈ કેશવાલા, મુકેશભાઈ પરબતભાઈ મોઢવાડીયાએ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવ્યો હતો જ્યારે કાલાવડ નાકા બહારથી શાહનવાઝ ઈબ્રાહીમ ખાસરીયા, રફીક કાદર શેખ, ખાઉધરી ગલીમાંથી સતિષ લક્ષ્મીદાસ મંગે, જલ્પેશ બીપિનભાઈ ચતવાણીએ પણ પોતાની દુકાનોમાં લોકોને એકઠા કરતા મળી આવ્યા હતાં.

ઉપરાંત ધ્રોલમાંથી જયદીપ બળવંતભાઈ દેવમોરારી, ફીરોઝ મામદ બ્લોચ, કાલાવડમાંથી ફૈઝલ ફારૃક ખલીફા, અંકીત કેશુભાઈ સોંદરવા, સીંગચ ગામ પાસેથી ઓસમાણ જુસબ કાનાણી, ઈકબાલ મામદ ગંધાર, શબ્બીર ઈસ્માઈલ ગંધાર, ઈબ્રાહીમ ઈલીયાઝ સંઘાર, હુસેન રાજાણી, શેઠ વડાળામાંથી ભ્રુગુ પ્રાણભાઈ પટેલ, શાહરૃખ રહીમ બ્લોચ, સરોદરમાંથી પંકજ ગોવિંદભાઈ પટેલ નામના શખ્સો કારણવગર આંટાફેરા કરતા મળી આવ્યા હતાં.

કોરોનાના કેસ વધતા મ્યુ. કમિશ્ર્નર મેદાને: ચાર દુકાન, હોટલ સીલ

શહેરમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાને લઈને મ્યુનિ. કમિશનર સતિષ પટેલ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ચાર દુકાનો અને હોટલોને સીલ મારવામાં આવ્યા હતાં તો થાલા સાથે ઊભા રહીંને ઘુઘરા-સમોસા વેંચતા ફેરિયાને પણ દૂર ખસેડી તેમના ધંધાઓ બંધ કરાવાયા છે.

જામનગર શહેરમાં કોરોના કેસની સંખ્યામાં જબરો ઉછાળો જોવા મળતા જ તંત્ર દ્વારા વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને ખુદ મ્યુનિ. કમિશનર મેદાનમાં ઉતર્યા છે. ગઈકાલે કમિશનરની સૂચનાથી ફૂડ ઈન્સ્પેક્ટરો પી.એસ. ઓડેદરા, એન.પી. જાસોલિયા,  પરમાર વગેરેએ શહેરમાં ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન કે.વી. રોડ ઉપરની રાજ હાર્ડવેર નામની દુકાનમાં સ્ટાફ અને પાંચ-દસ ગ્રાહકો નજરે પડતા સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. આથી તેમની દુકાન સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રેઈન માર્કેટની કનૈયા માલધારી હોટલ, જનતા ફાટક પાસેની સોનલ કૃપા હોટલ તેમજ વીજ કંપનીની ઓફિસ માર્ગે જનતા ફાટક પાસે કચ્છી દાબેલીની દુકાનો પણ સીલ કરવામાં આવી હતી. અહીં સોશ્યલ ડિસ્ટન્સ નહીં જળવાતું હોવાથી આ પગલાં લેવાયા હતાં. જ્યારે શહેરમાં ચોતરફ જાહેર રોડ ઉપર થાલા સાથે ઊભા રહીને ઘુઘરા, સમોસા વેંચનારાઓને એસ્ટેટ શાખાના રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી વગેરેની ટીમે દૂર ખસેડી તેમના ધંધા બંધ કરાવ્યા હતાં.

છેલ્લા ત્રણ દિવસથી જયશ્રી સિનેમાવાળી શેરીવાળા ધંધાર્થીઓ સદંતર બંધ છે. આમ તંત્રની કડક કાર્યવાહીથી શહેરમાં અસર જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.